રાજકોટમાં ફરજ બજાવતાં પોલીસમેનના પિતાની દોઢ કરોડની જમીન પર કબજો: કલેક્ટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ
રાજકોટની ભાગોળે રાજગઢ ગામે ખેતીની દોઢ કરોડ રૂપિયાની જમીન ઉપર બાજુમાં જ જમીન ધરાવતા શખસે કબજો કરી તે જમીન ઉપર વાવેતર શરૂ કરી દેતા તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કૂવાડવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ અંગે ઘનશ્યામસિંહ લખુભા જાડેજા (ઉ.વ.63, રહે.રામજી મંદિરની બાજુમાં રાજગઢ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમનો એક પુત્ર હરદીપસિંહ જાડેજા વડોદરા ખાતે પોલીસમાં ફરજ બજાવે છે ત્યારે નાનો પુત્ર જયદીપસિંહ જાડેજા રાજકોટમાં ફરજ બજાવે છે.
આ પણ વાંચો :SMCએ ત્રણ-ત્રણ વખત દારૂ પકડી પાડતાં સુરેન્દ્રનગર LCB PI સસ્પેન્ડ : રેન્જ IG દ્વારા LCBનું પણ વિસર્જન
ફરિયાદી ઘનશ્યામસિંહે 6-1-2024ના લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી. અરજીમાં જણાવ્યા પ્રમાણે ઘનશ્યામસિંહની વારસાગત જમીન કે જે રાજકોટના રાજગઢ ગામે ખેતી માટેના હેતુની છે તેના ઉપર દેવાયત દેહાભાઈ લાવડીયાએ કબજો કરી પચાવી પાડી હોય વારંવાર કહેવા છતાં જમીન ખાલી કરવામાં આવી રહી નથી. આ અરજીની તપાસ કરતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો બનતો હોય ફરિયાદ દાખલ કરવા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો :રાજકોટમાં વ્યાજખોરોનો આતંક! ન્યુઝ ચેનલનો કર્મચારી વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ જતાં એસિડ ગટગટાવ્યું
ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે તેમની જમીન સર્વે નં.95 પૈકી એક પૈકી એકની જમીન હેક્ટર આશરે 1-82-11 ચોરસમીટર છે. આ જમીન 3-1-2020ના માપણી કરાવતા તેમની માલિકીની ખેતીની જમીનમાં હે.આ.ચો.મી. 0-95-4040 જેટલામાં જમીનની બાજુમાં આવેલા સર્વે નં.89ના માલિક દેવાયત દેહાભાઈ લાવડિયાએ કબજો કરી લીધો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ પછી ઘનશ્યામસિંહની માલિકીની જમીન પરત આપી દેવા દેવાયતને કહેવામાં આવતા તેણે સરકારી માપણી કરાવીને જમીન પરત આપી દેશે તેવું કહ્યું હતું પરંતુ લાંબો સમય પસાર થઈ જવા છતાં જમીનની માપણી કરાવી ન્હોતી અને જવાબ પણ આપવાનું ટાળ્યું હતું. આટલું ઓછું હોય તેમ ઘનશ્યામસિંહની માલિકીની જમીન ઉપર ગેરકાયદે કબજો કરી તેના ઉપર ખેતીની ઉપજ મેળવવાનું પણ શરૂ કરી દેતા આખરે કૂવાડવા પોલીસ મથકમાં દેવાયત લાવડિયા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
