મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરે લોન્ચ થશે 13 હજાર કરોડની વિશ્વકર્મા યોજના
30 લાખથી વધુ કામદારોને થશે ફાયદો અને નિરંતર વિકાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન 17 મી સપ્ટેમ્બરથી દેશમાં રૂપિયા 13 હજાર કરોડની વિશ્વકર્મા યોજના લોન્ચ થશે. તેનાથી 30 લાખથી વધુ કામદારોને ફાયદો થશે અને એમનો સતત વિકાસ થશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મુજબની જાહેરાત કરી હતી. વડાપ્રધાને સ્વતંત્રતા દિવસના રોજ લાલ કિલ્લા પરથી આ યોજનાની જાહેરાત કરી હતી. 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતી છે. સાથે વડાપ્રધાનનો જન્મદિન પણ છે.
આ યોજનાથી સરકાર પારંપરિક કૌશલવાળા કામદારોને મદદ કરશે. જેમાં સુથાર, લુહાર,વાનંદ ,મોચી વગેરેનો સમાવેશ થાય છે.
