ટ્રમ્પના ‘ગોલ્ડ કાર્ડ’નું વેચાણ શરૂ હવે 1 મિલિયનમાં નાગરિકત્વનો માર્ગ ખુલ્લો!
EB-5 વિઝાના વિકલ્પ તરીકે નવો કાર્યક્રમ લોન્ચ કર્યો…
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ગોલ્ડ કાર્ડ' કાર્યક્રમનું સત્તાવાર વેચાણ શરૂ કર્યું હતું. આ કાર્યક્રમ હેઠળ, વ્યક્તિગત અરજદારોને 1 મિલિયન ડોલર (લગભગ 8.4 કરોડ રૂપિયા) અને કોર્પોરેટ કંપનીઓને તેમના વિદેશી કર્મચારીઓ વતી 2 મિલિયન ડોલર પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે. આની સામે તેઓને કાયમી રહેઠાણ એટલે કે ગ્રીન કાર્ડ મળશે અને પાંચ વર્ષ પછી અમેરિકી નાગરિકત્વ માટે અરજી કરવાનો અધિકાર મળશે. વ્હાઇટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં વેપારી આગેવાનોની હાજરીમાં ટ્રમ્પે આ જાહેરાત કરી અને અરજીઓ સ્વીકારતી વેબસાઇટ પણ તુરંત લાઇવ કરી હતી. તેમણે માહિતી આપતાં જણાવ્યું કે, ઓફિશિયલ વેબસાઇટ trumpcard.gov પરથી અરજી કરી શકાશે, જ્યાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીની વેિંટગ પ્રક્રિયા પછી ઝડપી મંજૂરી મળશે. આ કાર્યક્રમ 1990માં કોંગે્રસ દ્વારા બનાવવામાં આવેલા EB-5 ઇન્વેસ્ટર વિઝાને સંપૂર્ણપણે બદલશે, જેમાં અરજદારને 1 મિલિયનનું રોકાણ કરીને ઓછામાં ઓછા 10 અમેરિકન કર્મચારીઓને રોજગાર આપવાની શરત હતી.
નવા ગોલ્ડ કાર્ડમાં રોજગાર સર્જન કે વાર્ષિક અરજીઓની મર્યાદા જેવી કોઈ શરતોનો ઉલ્લેખ નથી અર્થાત 1 મિલિયન ડોલર ખર્ચનારે અમેરિકામાં અન્ય રોકાણ કરવું જરૂરી નથી. આ જોગવાઈ ગોલ્ડ કાર્ડ યોજનાને ,વધુ આકર્ષક અને સરળ બનાવે છે. ટ્રમ્પે જણાવ્યું કે આ કાર્યક્રમ અમેરિકાને અમેરિકી યુનિવર્સિટીઓમાંથી ગે્રજ્યુએટ થયેલા વિદેશી વિદ્યાર્થીઓ સહિત વિશ્વની શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવા અને જાળવી રાખવામાં મદદ કરશે. તેમણે કહ્યું, "આ મૂળભૂત રીતે ગ્રીન કાર્ડ છે, પણ ઘણો વધારે શક્તિશાળી અને મજબૂત માર્ગ છે. અમે દેશમાં ખૂબ જ શાનદાર લોકોને લાવીશું.
ચીન, ભારત અને ફ્રાન્સ જેવા દેશોમાંથી આવતા ટોચના ગે્રજ્યુએટ્સને અમેરિકામાં રોકી શકીએ તે માટે આ કાર્યક્રમ છે. તમે શ્રેષ્ઠ કોલેજોમાંથી લોકોને હાયર કરી શકો છો, પણ તેઓ વિદેશી હોવાને કારણે તેમને રાખી શકતા નથી પણ આ કાર્યક્રમ તે સમસ્યા હલ કરશે.” શરૂઆતમાં ટ્રમ્પે આ કાર્ડની િંકમત 5 મિલિયન ડોલર જણાવી હતી, પરંતુ તેમણે તેને સુધારીને 1 મિલિયન (વ્યક્તિગત) અને કંપનીઓ માટે કર્મચારી દીઠ 2 મિલિયન ડોલર કરી દીધી છે. આખી રકમ સીધી અમેરિકી સરકારના ખજાનામાં જમા થશે અને તેનો ઉપયોગ દેશના વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સકારાત્મક કાર્યો માટે થશેએમ ટ્રમ્પે જણાવ્યું હતું. તેમણે અનુમાન લગાવ્યું કે આ કાર્યક્રમથી અબજો ડોલરની આવક થશે.
વિશ્વના અનેક દેશો જેમ કે બ્રિટન, સ્પેન, ગ્રીસ, માલ્ટા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ઇટલી પહેલેથી જ આવાગોલ્ડન વિઝા’ કાર્યક્રમો ચલાવે છે, જેમાં અમીર વ્યક્તિઓને રોકાણના બદલામાં રહેઠાણ અને નાગરિકત્વ આપવામાં આવે છે. હવે ઇમિગે્રશન નીતિના એક મોટા ફેરફાર તરીકે અમેરિકા પણ આ જૂથમાં જોડાયું છે.
