પ્રવાસન સ્થળો માટે રાજ્ય સરકારનો મેગા પ્લાન: 10 કરોડની ગ્રાન્ટની જાહેરાત!
ગુજરાતમાં પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસને વેગ આપવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી’ની રચના કરવામાં આવી છે.
આ સોસાયટી દ્વારા દરેક જિલ્લાના પ્રવાસન સ્થળોને ઓળખી વિકાસના નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે.
સરકારએ જાહેરાત કરી છે કે દર વર્ષે દરેક જિલ્લામાં ₹10 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે, જેમા તળાવ, ઐતિહાસિક મંદિર, ધાર્મિક સ્થળો અને અન્ય લોકપ્રિય ડેસ્ટિનેશન્સને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે.
