રાજકોટ એરપોર્ટ પર ઈન્ડિગોની કટોકટી હવે હળવી થઈ રહી છે.હાલમાં 12 ડિસેમ્બર એટલે કે આવતા બુધવાર સુધી રાજકોટ દિલ્હી અને મુંબઈ જે સાંજે ઉડાન ભરે છે તે રદ કરાઈ છે.આગામી દિવસોમાં આ ફલાઈટની ઉડાન યથાવત રહેશે કે કેમ? તે અંગે એરલાઇન ચિત્ર સ્પષ્ટ ટૂંક સમયમાં સ્પષ્ટ કરશે.
રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા યોજાયેલી પ્રેસ કોનફરન્સમાં જોઈન્ટ જનરલ મેનેજર સંજય અગ્રવાલએ જણાવ્યું હતું કે, રાજકોટ સહિત દેશમાં ઈન્ડિગોની સર્જાયેલી પરિસ્થિતિને પગલે તપાસ સમિતિ બેસાડવામાં આવી છે.લોકોને કોઈ મુશ્કેલી પડે તો ખઅઢ ઈં ઇંઊકઙ ઢઘઞ 94093 03371 નંબર જાહેર કરવામાં આવ્યો છે.
રાજકોટ એરપોર્ટમાં ઇન્ડિગોની 9માંથી સાત ફ્લાઈટ ડેઇલી ઉડાન ભરવા લાગી છે. એમાં ગોવા, હૈદરાબાદ, બેંગ્લોર, પુણે, મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ નિયમિત આવાગમન કરે છે. જેમાં ટ્રાફિક ફૂલ છે.
ઈન્ડિગો દ્વારા 1200 જેટલા પેસેન્જરોને ફૂલ રિફંડ ચૂકવાઇ જતાં મોટા ભાગના પેસેન્જરોને રિફંડ અપાઈ ગયું છે.
કટોકટીને પગલે એરપોર્ટ પર સર્જાયેલી પરિસ્થિતિને થાળે પાડવામાં
ઓથોરિટી, ઈઈંજઋ અને એરલાઇનની મહત્વપૂર્ણ ભૂમિકાઃ વર્તમાન
ચિત્ર સ્પષ્ટ કરતાં જોઇન્ટ જનરલ મેનેજર સંજય અગ્રવાલ
