ગોવા અગ્નિકાંડ બાદ ભાગેલા આરોપીઓ લૂથરા બ્રધર્સ થાઇલેન્ડથી પકડાયા
6 ડિસેમ્બરની રાત્રે ગોવાના નાઇટક્લબમાં લાગી આગે 25 લોકોના જીવ લીધા હતા. આ ભીષણ અગ્નિકાંડનો મુખ્ય જવાબદાર માનવામાં આવતા ગૌરવ અને સૌરભ લૂથરાની થાઇલેન્ડમાં ધરપકડ થઈ છે.
બંને ભાઈઓ આગ બાદ તરત જ દેશ છોડીને ભાગી ગયા હતા, જે બાદ ઈન્ટરપોલની મદદથી બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. હવે ભારત સરકાર તેમના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી રહી છે.
- આરોપીઓને ભારત લાવવામાં આવશે
તપાસ મુજબ, જ્યારે બચાવદળ આગ બુઝાવવા અને મૃતદેહોને બહાર લાવવામાં તત્પર હતું, એ દરમિયાન લૂથરા બ્રધર્સે 7 ડિસેમ્બરની રાત્રે 1:17 વાગ્યે MakeMyTrip પર ફ્લાઇટ બુક કરી દેશ છોડ્યો હતો.
ઘણીવાર ચર્ચામાં આવ્યું હતું કે બંને થાઇલેન્ડમાં છુપાયા છે, અને અંતે તપાસ એજન્સીઓએ તેમને ત્યાંથી ઝડપી પાડ્યા. હવે બંનેને ભારત લાવવામાં આવશે જેથી કાનૂની કાર્યવાહી આગળ વધી શકે.
