ટ્રમ્પ સરકાર દ્વારા 85,000 અમેરિકન વિઝા રદ: વિદ્યાર્થીઓને મોટો જટકો
અમેરિકાની ટ્રમ્પ સરકારે ઇમિગ્રેશન નીતિઓને વધુ કડક બનાવવાના પ્રયાસો વચ્ચે છેલ્લા એક વર્ષમાં 85,000 વિઝા રદ કર્યા છે. સરકારનો દાવો છે કે રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવા અને સ્ક્રિનિંગ સિસ્ટમ વધુ અસરકારક બનાવવા આ પગલાં જરૂરી હતા.
આ નિર્ણયથી સૌથી વધુ અસર વિદ્યાર્થીઓ પર પડી છે, કારણ કે 8,000થી વધુ સ્ટૂડન્ટ વિઝા રદ કરવામાં આવ્યા છે, જે ગયા વર્ષની તુલનામાં લગભગ બમણા છે.
‘મેક અમેરિકા સેફ અગેન’ અભિયાન હેઠળનું પગલું
અમેરિકાના વિદેશ વિભાગે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે જાન્યુઆરીથી અત્યાર સુધી 85,000 વિઝા રદ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સેક્રેટરી રૂબિયો ‘મેક અમેરિકા સેફ અગેન’ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ આદેશનું પાલન કરી રહ્યા છે.
પોસ્ટ સાથે ટ્રમ્પની તસવીર પણ શેર કરવામાં આવી હતી, જે દેશની સુરક્ષા વધારવાના તેમના અભિયાનનો સંદેશ આપે છે.
