એ.સી.બી.માં ઉત્તમ કામગીરી કરનારા પોલીસ કર્મીઓ- અધિકારીઓ અને
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અવસરે ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા આયોજિત સમારોહમાં જણાવ્યું હતું કે, એ.સી.બી.એ કોઈ ગરીબને મદદરૂપ થવાનો ભાવ ઉજાગર કરવા માટે કામ કરવાનો વિભાગ છે.આપણે જે કામ કરીએ કે ફરજ બજાવીએ તેમાંથી આત્મસંતોષ થાય તેવી આપણી ફરજ નિષ્ઠા હોય જેથી આ ભ્રષ્ટાચાર વિરોધી દિવસ જ ઉજવવો ન પડે તેવું શ્રેષ્ઠ વાતાવરણ ઊભું કરવાની પણ તેમણે પ્રેરણા આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અવસરે એ.સી.બી.માં ઉત્તમ કામગીરી કરનારા 10 જેટલા કર્મચારીઓ-અધિકારીઓનું સન્માન કર્યું હતું.
એટલું જ નહીં, કોઈને કોઈ કામ માટે લાંચ માગનારા ભ્રષ્ટાચારી અધિકારીઓ ખુલ્લા પાડી એ.સી.બી.માં તેમની સામે અવાજ ઉઠાવીને અને ફરિયાદ કરીને તેમને ઝબ્બે કરાવનારા 4 િંહમતવાન નાગરિકોને અને ભ્રષ્ટાચાર સામે સામાજિક જાગૃતિ અભિયાનના સતર્કતા સપ્તાહ દરમિયાન યોજાયેલી નિબંધ અને વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા 12 છાત્રોને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાજ વ્યવસ્થામાં ભ્રષ્ટાચારરૂપી ઉધઈને કંટ્રોલમાં રાખવાનું કાર્ય કરતી એસીબીની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.
પાછલા ત્રણ વર્ષમાં, 34 ક્લાસ-વન અને 98 ક્લાસ-ટુ અધિકારીઓ સામે ટ્રેપ ગોઠવીને કરપ્શનના કેસ દાખલ કર્યા છે. ચાલુ વર્ષે 194 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 277 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
