હવે રોહિત-કોહલી પહેલા વડોદરા અને પછી રાજકોટમાં રમશે: આંતરરાષ્ટ્રીય શ્રેણી પહેલા બંને ઘરેલુ ક્રિકેટ રમશે
ભારતીય ક્રિકેટના દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે ફક્ત વન-ડે ફોર્મેટમાં રમે છે કારણ કે બંને ખેલાડીઓ ટી-20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. ભારત-દક્ષિણ આફ્રિકા વન-ડે શ્રેણીમાં રમતા જોવા મળ્યા હતા. ત્યારે હવે બન્ને જાન્યુઆરીમાં પહેલા વડોદરા અને પછી રાજકોટમાં રમતા જોવા મળશે.
બંને સુપરસ્ટાર નવા વર્ષની શરૂઆતમાં ટીમ ઈન્ડિયા માટે પાછા ફરશે. ભારતીય ટીમ જાન્યુઆરી-2026 માં ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ઘરઆંગણે વન-ડે શ્રેણી રમશે, જે 11 જાન્યુઆરીથી વડોદરામાં શરૂ થશે. રોહિત અને વિરાટ આ શ્રેણીમાં રમશે તે લગભગ નિશ્ચિત છે. રાજકોટમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે 14 જાન્યુઆરીએ વન-ડે મુકાબલો થશે.
તે પહેલાં, બંને અનુભવી ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટમાં પોતાનું ફોર્મ પાછું મેળવવાના ઇરાદે ઉતરશે. બંને સિનિયર ખેલાડીઓ 24 ડિસેમ્બર, 2025થી 18 જાન્યુઆરી, 2026 સુધી ચાલનારી વિજય હજારે ટ્રોફીમાં ભાગ લે તેવી શકયતા છે. વિરાટ કોહલીએ દિલ્હી ક્રિકેટ એસોસિએશનને તેની ઉપલબ્ધતાની જાણ કરી દીધી છે, જ્યારે રોહિત શર્મા પણ મુંબઈ ટીમમાં જોડાવા માટે તૈયાર છે. ઘરેલુ ટુર્નામેન્ટમાં રમવું બંને માટે ફાયદાકારક રહેશે. વિજય હજારે ટ્રોફી મેચ પ્રેક્ટિસ અને ફોર્મ જાળવી રાખવા માટે તક પૂરી પાડશે.
આ પણ વાંચો :પુતિન બાદ હવે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ભારતની યાત્રા કરશે : તારીખ અંગે અધિકારીઓ ચર્ચા, PM મોદી સાથે મહત્વની મંત્રણા થશે
વિરાટ કોહલી છેલ્લે 16 વર્ષ પહેલાં 2010માં વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો. 2008 થી 2010 સુધી, તેણે દિલ્હી માટે 13 વિજય હજારે ટ્રોફી મેચ રમી હતી, જેમાં કુલ 819 રન બનાવ્યા હતા, જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે. તે હવે ઘણા વર્ષો પછી આ ટુર્નામેન્ટમાં દેખાશે. દરમિયાન, રોહિત શર્મા છેલ્લે 17 ઓક્ટોબર, 2018 ના રોજ વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો. તેથી, આ ટુર્નામેન્ટ રોહિત માટે પણ ખાસ રહેશે.
વિરાટ કોહલી છેલ્લે 16 વર્ષ પહેલાં 2010માં વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો. 2008 થી 2010 સુધી તેણે દિલ્હી માટે 13 વિજય હજારે ટ્રોફી મેચ રમી હતી, જેમાં કુલ 819 રન બનાવ્યા હતા, જેમાં ચાર સદીનો સમાવેશ થાય છે. તે હવે ઘણા વર્ષો પછી આ ટુર્નામેન્ટમાં દેખાશે. દરમિયાન, રોહિત શર્મા છેલ્લે 17 ઓક્ટોબર, 2018 ના રોજ વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો. તેથી, આ ટુર્નામેન્ટ રોહિત માટે પણ ખાસ રહેશે.
