ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનાર બોલ્યો, ‘મેં પ્રદીપસિંહનો બદલો લીધો : જામનગરમાં ‘આપ’ના MLA જુતું ફેંકાતાં ભારે હંગામો
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા અન્વયે આજે જામનગરમાં બાઈક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ તેના ઉપર જોડુ ફેંક્યું હતું. આથી ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોરને લમધારી નાખીને પોલીસને સુપરત કર્યો હતો. ગોપાલ ઇટાલીયાએ પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી તેવો પોલીસ ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.ત્યારે જૂતું ફેંકનાર શખ્સની પ્રતિક્રિયા સામે આવી છે. જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે જૂતાનો ઘા કર્યો હતો. તેણે જણાવ્યું કે ‘મેં પ્રદીપસિંહનો બદલો લીધો છે.
જામનગર સહિત મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી ત્રણેક માસમાં યોજાનાર છે, ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. બે દિવસ પહેલા વોર્ડ નંબર 12ના કોંગે્રસના કોર્પોરેટર જેનબબેન ખફીએ કોંગે્રસમાંથી રાજીનામ આપ્યું હતું. આ ઉપરાત અન્ય બે કોર્પોરેટરો અસલમ ખીલજી અને ફેમિદાબેન જુણેજા સહિતના અનેક આગેવાનો અને તેમના સમર્થકો આપમાં જોડાયા હતા.
જે અન્વયે સાંજે જામનગરના મ્યુનિ. ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમમાં `આપ’ ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સભા ને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે એક શખ્સ ત્યાં સ્ટેજ નજીક પહોંચ્યો હતો, અને પોતાનું ચપ્પલ કાઢીને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા ઉપર ફેંકયુ હતું. ત્યારે સ્ટેજ ઉપર અને નીચે હાજર કેટલાક અગ્રણીઓ તથા કાર્યકરોએ હુમલાખોરને ઘેરી લીધો હતો, અને તેને ઢિકા પાટુનો માર પણ માર્યો હતો.
આ પણ વાંચો :શિક્ષણ બોર્ડે ભૂલ સુધારી: ‘ધૂળેટી’એ લેવાનારી પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર, જુઓ નવું ટાઈમટેબલ
દરમિયાન પોલીસ ટુકડી પણ ત્યાં હાજર હતી, જેઓએ હુમલાખોરને પોતાની સાથે લઈ ગયા હતા, જેને મોઢે ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેનું નામ છત્રપાલસિંહે જાડેજા અને લાલપુર તાલુકાના મેમાણા ગામનો રહેવાસી હોવાનું તેમજ કોંગે્રસ પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, અને પોલીસ દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે, જેમાં તેણે પોતાના પર હુમલો કરવા અંગે કેટલાક અગ્રણીઓ સહિતના નામો આપ્યા છે, જે દિશામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બીજી તરફ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા, અને હુમલાખોરને બચાવવા માટે પોલીસ આવી પહોંચી હોવાનું જણાવ્યું હતું. અને કોંગે્રસ તેમજ ભાજપ બંને પક્ષ સાથે મળીને આ પ્રકારનું કાવતરું કરી રહ્યા છે, તેવા આક્ષેપો પણ કેટલાક `આપ’ના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
