ગાંજાની ખેતી પકડાઈ: એક કરોડના છોડ કબજે, SMCનો રાણપુરના નાની વાવડીની સીમમાં દરોડો,બોટાદ પોલીસ ઉંઘતી રહી
બોટાદ તાલુકાના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે ખુલ્લેઆમ થયેલી ગાંજાની ખેતી એક-બે પાંચ છોડ નહીં, પુરી વાડી જ ગાંજાના વાવેતરથી લીલી છમ્મ બનાવાઈ હતી. બોટાદ પોલીસને માથોડાભર (પાંચ ફૂટ કે એથી ઉંચાઈના) ઘેઘૂર છોડ બની ગયા છતાં ગંધ ન આવી. ગાંધીનગર બેઠેલી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને ત્યાં સુધી માહિતી મળી જતા દરોડો પાડીને વાડીમાંથી એક કરોડના ગાંજાના 93 છોડ કબજે લઇ વાડી પરથી એક શખસને દબોચ્યો હતો. જ્યારે ગાંજાનું બીજ આપનાર અને વાડીએ રખોપુ કરનાર ત્રણ ઇસમો સામે ગુનો નોંધાવ્યો છે. એસ.એમ.સી.ની રેઈડથી સ્થાનિક પોલીસમાં ભારે દોડધામ થઈ પડી છે.નાની વાવડી ગામે વાડીમાં કપાસના કે આવી અન્ય જણસની વાવેતરની આડમાં ગાંજાના છોડોનું પણ વાવેતર કરાયું હોવાની માહિતીના આધારે પી.આઈ. જી.આર.રબારી તથા પી.એસ.આઈ. આર.બી.વનારે ટીમ સાથે વાડીએ દરોડો પાડયો હતો. પાંચ, દશ છોડ નહીં પુરા ખેતરમાં ગાંજાનું વાવેતર અને માથોડા જેવા છોડ ઉભા હતા.
પોલીસે છોડ જડમુળમાંથી કાઢવા ખોદાણ કરવા માટે સ્થાનિકો, અન્યોની મદદ લેવી પડી હતી. પરાઈ, ત્રિકમ કે આવા સાધનો સાથે મોડી રાત સુધી હેલોજન કે મોટી ટોર્ચના પ્રકાશે ઉભા લીલાછમ્મ છોડ ખેતર ખોદીને કાઢવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો :રાજકોટ રેલવે માટે જુનુ એટલુ સોનુ નહી, જુનુ એટલે ખંઢેર! આ ઈમારતની મરમ્મત-સફાઈ થઇ જાય તો જોવાલાયક સ્થળ બની શકે છે
વાડી નાની વાવડીના અજીતસિંહ જીવાભાઈ બારડની હોવાનું જાણવા મળતા અજીતસિંહને ઝડપી લેવાયો હતો. જ્યારે વાડી પર રખોપુ કરતા કે વાવેતરનું ધ્યાન રાખનારા નાની વાવડીના મહાવીરસિંહ પઢીયાર તેમજ ધોળકાના સરગવાળા ધમા સોલંકી હાથ લાગ્યા ન હતાં. વાડી ધારક અજીતસિંહની પુછતાંછમાં ગાંજાનું બીજ
રાણપુરના સુંદરીયાણા ગામના રતનસિંહ ચાવડાએ આપ્યું હોવાનું ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરાયો હતો. એક કરોડના કિંમતિની ગાંજાની ખેતી 198.190 કિલોગ્રામના 93 છોડ પકડાતા મોટા પ્લાસ્ટીકમાં કબજે લેવામાં આવ્યા હતાં.
