BLOનું માનદ વેતન વધારી બમણું કરી દેવાયું : દેશમાં ચારેકોર આપ*ઘાતના બનાવો વચ્ચે ચુંટણી પંચે મોટી રાહત જાહેર કરી
ખાસ સઘન સુધારા વચ્ચે, ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસરોને નોંધપાત્ર પ્રોત્સાહન આપ્યું છે. કમિશન દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા મુજબ, માનદ વેતન રૂપિયા 6 હજારથી વધારીને રૂપિયા 12 હજાર કરવામાં આવ્યું છે. વધુમાં, બીએલઓ સુપરવાઇઝરોનું માનદ વેતન રૂપિયા 12 હજારથી વધારીને રૂપિયા 18 હજાર કરવામાં આવ્યું છે.
બીએલઓ અને BLO સુપરવાઇઝર ઉપરાંત, ચૂંટણી પંચે સહાયક ચૂંટણી નોંધણી અધિકારીઓ અને ચૂંટણી નોંધણી અધિકારીઓના માનદ વેતનમાં વધારો કરવાની પણ જાહેરાત કરી છે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે શુદ્ધ મતદાર યાદી એ લોકશાહીનો પાયો છે. EROs, AEROs, BLO સુપરવાઇઝર અને BLOs ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યાદી સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરે છે. આ પરિબળોને ધ્યાનમાં રાખીને, કમિશને વાર્ષિક માનદ વેતન બમણું કરવાનો અને BLO સુપરવાઇઝરોનું માનદ વેતન વધારવાનો નિર્ણય લીધો છે.
સુધારો 2015માં થયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે માનદ વેતનમાં છેલ્લો સુધારો 2015માં કરવામાં આવ્યો હતો. સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે પ્રથમ વખત, AERO ને વાર્ષિક ₹25,000અને ERO ને વાર્ષિક ₹30,000 માનદ વેતન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે અગાઉ, આ હોદ્દાઓ માટે કોઈ અલગ માનદ વેતનની જોગવાઈ નહોતી.
યુપીના મુરાદાબાદમાં વધુ એક BLOનો આપઘાત
દરમિયાનમાં યુપીના મુરાદાબાદમાં વધુ એક BLO દ્વારા જીવન લીલા સંકેલી લેવાઈ હતી અને તેના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપનાર સર્વેશ સિંહ નામના આ શિક્ષકે સ્યુસાઇડ નોટ પણ લખી છે જેજેમાં SIRના ભારથી પોતે આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું છે કે રાત દિવસ કામ કર્યું છતાં ટાર્ગેટ પૂરો કરી શક્યો નથી. માત્ર 2 કલાકની જ ઊંઘ થઈ રહી હતી.
