Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

લગ્નેતર સંબંધની મુશ્કેલીનો જીવંત કિસ્સો! અનૈતિક સંબંધથી બાળક જન્મ્યું, પ્રેમીએ પિતા તરીકે લખાવ્યું એવું નામ કે માતા પણ ચોંકી ઉઠી!

Tue, November 25 2025

અનૈતિક સંબંધનો સમાજ ક્યારેય સ્વીકાર કરતો નથી અને આ પ્રકારનો સંબંધ માત્રને માત્ર બદનામી જ નોંતરે છે આમ છતાં લગ્ન સિવાય બાહ્ય સંબંધ રાખવામાં હજુ ઘણા લોકોની આંખ ઉઘડતી ન હોય પરિણામે પરિવાર તૂટી જાય છે અને ખાસ કરીને બાળકો રઝળી પડે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય. એક પરિણીતાની આંખ યુવક સાથે મળી જતા પ્રેમમાં પડી હતી. પોતે પરિણીત છે તેવું જાણવા છતાં આગળનો વિચાર કર્યા વગર પ્રેમમાં એટલી ગળાડૂબ થઈ ગઈ કે પ્રેમી થકી એક બાળકને જન્મ પણ આપી દીધો હતો ! જો કે પ્રેમીએ `કારીગરી’ કરતા પરિણીતાને તરછોડી દીધી હતી સાથે સાથે તે ફસાય જ જાય તે પ્રકારની હરકત પણ કરી હતી. પ્રેમીએ બાળકના પિતા તરીકે તેના અસલ પિતા અથવા પોતાનું નામ લખાવવાની જગ્યાએ પરિણીતાના પતિના મિત્રનું નામ લખાવી દેતાં બધા ધંધે લાગ્યા હતા.

આ કિસ્સાનો પર્દાફાશ બાળકના જન્મના દાખલામાં પિતાનું નામ સુધારવા માટે પરિણીતા આવ્યા બાદ થવા પામ્યો હતો. રાજકોટમાં જ બનેલી આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો ઉજળિયાત વર્ગની એક મહિલા અને બેકવર્ડ ક્લાસના એક યુવક વચ્ચે પ્રેમસંબંધ થતાં બાળકનો જન્મ થયો હતો. બાળકના જન્મ વખતે મહિલા હોસ્પિટલમાં દાખલ હોય બીમાર પડી ગઈ હતી પરંતુ બાળકનો જન્મ સાંગોપાંગ રીતે થઈ ગયો હતો. આ પછી પ્રેમીએ મહિલા કે બાળકની ખબર-અંતર પૂછવાની જગ્યાએ મુઠ્ઠીઓ વાળી ભાગી જવાનું પસંદ કર્યું હતું.

જો કે નિયમ પ્રમાણે બાળકનો જન્મ થાય એટલે તેના પિતાનું નામ લખાવવું જ પડે તેમ હોય પ્રેમીએ તેમાં પણ કીમિયો અખત્યાર કરી પોતાનું કે બાળકના અસલ પિતાનું નામ લખાવ્યું ન્હોતું અને બાળકના પિતા તરીકે મહિલાના પતિના મિત્રનું નામ લખાવી પલાયન થઈ ગયો હતો.

ત્યારબાદ બાળકના જન્મનું સર્ટિફિકેટ લેવા માટે જ્યારે મહિલા કચેરીએ પહોંચી ત્યારે બાળકના પિતાનું નામ વાંચી હતપ્રભ થઈ ગઈ હતી. ત્યારબાદ તેણે અધિકારી સમક્ષ સત્ય હકીકત વર્ણવી દેતા સ્ટાફ પણ મુંઝાઈ ગયો હતો. આ મહિલા બાળકના પિતાનું નામ બદલાવવા માટે કચેરીએ આવી હતી પરંતુ આ પ્રકારે નામ ન બદલાઈ શકે તેવો નિયમ હોવાથી નાછૂટકે તેને કોર્ટનો આદેશ લાવવા માટે કહ્યું હતું. બીજી બાજુ આ પ્રકારની જાણ થતાં પતિના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હતી. આજે આ બાળક 12 વર્ષનું થઈ ગયું છે ત્યારે કોર્ટનો આદેશ આવ્યા બાદ જ હવે પિતાનું નામ બદલાઈ શકશે. મહત્ત્વની વાત એ પણ છે કે ન કરે નારાયણ બાળકને આ અંગેની જાણ થશે તો તેની સ્થિતિ કેવી થઈ જશે તેની કલ્પના પણ અત્રે કરવી ઘટે…!!

આ પણ વાંચો :ઓર્ગન ટ્રાન્સફર માટે ‘વેન્ચુરા’નું પ્લેન દેશભરમાં સેવા આપશે : મેડીકલ અપ્રુવલ મળી જતાં હવે ગુજરાત સહિત અન્ય રાજયોમાં ઉડાન ભરશે

કિસ્સો-2ઃ બે વખત માતા-પિતા બદલાયા બાદ આખરે ત્રીજાને બાળક દત્તક આપ્યું !

આવો જ વધુ એક કિસ્સો પણ જાણવા મળ્યો હતો. એક બાળકના માતા-પિતા છે જેમાં માતાએ બીજા લગ્ન કરી લેતા પિતાનું નામ બદલાવવા માટે તે કચેરીએ આવી હતી. આ પછી માતા ગુજરી જતા પિતાએ બીજા લગ્ન કર્યા હતા જેથી માતાનું નામ બદલાવવાની નોબત આવી હતી. જો કે તે દરમિયાન બાળકના પિતા અને નવી માતા વચ્ચે ન બનતા આખરે બન્નેએ આ બાળક ત્રીજાને દત્તક આપી દેવું પડ્યું હતું. એકંદરે જન્મના દાખલામાં વારંવાર માતા-પિતાનું નામ બદલાવવું પડતા સ્થિતિ કફોડી બની જવા પામી હતી.

આ પણ વાંચો :ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ ‘દાદીમાનાં દેશી ઓસડીયા’ની માંગમાં વધારો: શિયાળામાં 2000 કિલો ‘ચ્યવનપ્રાશ’ખાઈ જાય છે રાજકોટિયન્સ

કિસ્સો-3ઃ બાળકીના પિતા મૃત્યુ પામ્યા, માતાએ પુનઃ લગ્ન કર્યા પણ…

ત્રીજો કિસ્સો એવો ધ્યાન પર આવ્યો હતો કે એક બાળકી કે જેના પિતા ગુજરી જતાં 1990ની સાલમાં તેના માતાએ પુનઃ લગ્ન કર્યા હતા. જો કે ત્યારબાદ માતાનું પણ મૃત્યુ થયુંહતું. એકંદરે જન્મનો દાખલો સહિતના તમામ દસ્તાવેજી પૂરાવા બાળકીના જૂના પિતાના નામે હતા. અત્યારે બાળકીને નવા પિતા ખૂબ જ વ્યવસ્થિત સાચવે છે પરંતુ તેના તમામ દસ્તાવેજી પૂરાવા જૂના પિતાના નામે હોવાથી તેમાં ફેરફાર કરાવવા માટે કોર્ટનું શરણું લેવું પડ્યું છે.

કિસ્સો-4ઃ વડવા 80ના દાયકામાં ગુજરી ગયા, નામ એક્સ-વાય-ઝેડ પ્રમાણે છે, હવે એ-બી-સી પ્રમાણે કરાવવા મથામણ

વધુ એક કિસ્સો એવો જાણવા મળ્યો હતો કે એક ભાઈના વડવા 80ના દાયકામાં ગુજરી ગયા હતા. આ પછી તેમના દસ્તાવેજી પૂરાવા જેવા કે જન્મ-મરણના દાખલામાં એક્સ-વાય-ઝેડ પ્રમાણે નામ લખેલા છે પરંતુ હવે તેમના વારસદારને નામ એ-બી-સી પ્રમાણે જોઈએ છે પરંતુ તમામ ડોક્યુમેન્ટ એક્સ-વાય-ઝેડ પ્રમાણે જ હોવાથી એ-બી-સીનો ઉમેરો થઈ શકે તેમ ન હોવાથી તે પ્રમાણે નામ-ઠામમાં ફેરફાર કરાવવા મથામણ ચાલી રહી છે.

Share Article

Other Articles

Previous

પાળધામમાં આંબેવપીર ધામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે: ત્રિદિવસીય મહોત્સવ, વિવિધ કાર્યક્રમોનું આયોજન

Next

ઓર્ગન ટ્રાન્સફર માટે ‘વેન્ચુરા’નું પ્લેન દેશભરમાં સેવા આપશે : મેડીકલ અપ્રુવલ મળી જતાં હવે ગુજરાત સહિત અન્ય રાજયોમાં ઉડાન ભરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
23 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
23 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
23 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
24 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

જાનલેવા કફ સિરપનો રેલો ગુજરાત સુધી: મુળી અને બાવળામાં આવેલી કંપનીને ઉત્પાદન બંધ કરવા આદેશ
ગુજરાત
5 મહિના પહેલા
રશિયા-યુક્રેન યુદ્ધ શાંત પડવાને બદલે વધુ ભડક્યું ?? યુદ્ધ વધુ ગંભીર બને છે તેનું કારણ શું ?? વાંચો વિગતવાર
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
શેખ હસીનાનો ડિપ્લોમેટીક પાસપોર્ટ બાંગ્લાદેશની સરકારે રદ કર્યો : વિદેશ જવામાં મુશ્કેલી, ભારતમાં જ રહેવું પડશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
માલદીવ સરકાર સામે ભારત કેવી રીતે સખત બન્યું? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર