શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર, ટેકાના ભાવમાં વધારો કરવા કેન્દ્ર સરકારને ભલામણ
દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે.. ટેકાના ભાવ ટન દીઠ રૂપિયા 6 હજાર થઇ શકે છે. આ માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ મોકલવામાં આવી છે.
ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાનો હેતુ
CM ભૂપેન્દ્રભાઇ પટેલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ ભલામણ કરી છે. ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં આ ભલામણ કરવામાં આવી છે.
હાલ શેરડીનો ટેકાનો ભાવ ટન દિઠ 3400 રૂપિયા
હાલ શેરડીના ટન દીઠ ટેકાના ભાવ 3400 રૂપિયા છે . દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતો 4 લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે . ખાંડની લઘુતમ કિંમત પ્રતિ કિલો રૂ.31 થી વધારી રૂ.45 કરવા ખેડૂતોની માંગ છે. ખાંડની કિંમત વધે તો જ 6 હજાર રૂપિયા પોષણક્ષમ ભાવ આપી શકાય.