ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે દારૂ ઝડપાયો હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના સુરતમાં સામે આવી છે જેમાં સુરત PCBને મળી મોટી સફળતા જોવા મળી છે. બુટલેગરો દારૂની હેરાફેરી કરવાના અલગ-અલગ કીમિયા અપનાવતા હોય છે ત્યારે સુરતમાં દારૂ સપ્લાયની નવી ટ્રિક જોવા મળી છે. કિન્નર બનીને દારૂની સપ્લાય કરતા બે સહિત કુલ પાંચ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા સાથે જે 3.15.800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવતો હતો
મળતી વિગતો અનુસાર આ સુરતમાં વિદેશી દારૂનુ હેરાફેરી કરવાની ઘટના સામે આવી છે જેમાં બાતમીના આધારે દારૂનું કટિંગ કરતા 5 ઝડપાયા છે. આરોપીઓ ટુ વહીલર તેમજ રિક્ષામાં દારૂનું કટિંગ કરતા હતા ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે 5માંથી 2 આરોપી કિન્નરોનો વેશ ધારણ કરીને દારૂનું કટિંગ કરતા હતા. બે આરોપી અકબર શેખ અને જેનિષ ભાવનગરી કિન્નર બની દારૂનું કટિંગ કરતા હતા
નાનપુરા બાબજી એપાર્ટમેન્ટ પાસેથી કિન્નરોનો વેશ ધારણ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનુ હેરાફેરી કરતા પાંચ આરોપીઓની PCB પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 204 દારૂની બોટલો સાથે રીક્ષા અને બાઇક સહિત 3,15,800નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.