કાળાબજારમાં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ દોઢ કરોડ !!
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે ટી-૨૦ વર્લ્ડકપમાં રમાનારા મુકાબલાની ટિકિટના બેફામ કાળાબજાર થઈ રહ્યા છે અને ટિકિટનો ભાવ ૧,૭૫,૪૦૦ ડોલર મતલબ કે દોઢ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે ! જો કે આટલા રૂપિયામાં ટિકિટ વેચાવી અશક્ય છે આમ છતાં ટિકિટ વેચનાર વ્યક્તિ તેને આટલા રૂપિયામાં જ વેચવા માંગે છે. આ ટિકિટ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમના સેક્સન-૨૫૨ની રો-૨૦ની સીટ નંબર ૩૦ છે જેનો ભાવ આટલો બોલાઈ રહ્યો છે. ૨૫૨ની આસપાસની લાઈનમાં ટિકિટ ઘણા ઓછા ભાવે મળી રહી છે. આ વ્યક્તિ બીજી વેબસાઈટ ઉપર પણ આ જ રીતે ટિત્રકટ વેચી રહ્યો છે પરંતુ સીટ નંબર કહી રહ્યો નથી