ક્રિષ્નાપાર્કમાં કૂટણખાનું પકડાયું:સંચાલિકા,ભાગીરદાર અને ત્રણ ગ્રાહકની ધરપકડ
ચાર બંગાળી યુવતી પાસે ચાર માસથી દેહવ્યાપાર કરાવતો હતો
રાજકોટના મોરબી રોડ પર ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં દયા ચોહાણ નામની મહિલા સંચાલિત કૂટણખાના પર ક્રાઇમ બ્રાંચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે દરોડો પાડી સંચાલિકા તેના ભાગીદાર અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી છે સંચાલિકા છેલ્લા ચાર મહિનાથી બંગાળની યુવતિઓ બોલાવી કૂટણખાનું ચલાવતી હોવાનું ખુલ્યું છે.
મોરબી રોડ ન્યુ જલારામ-૫માં રહેતી દયા મહેશ ચૌહાણ તેનો ભાગીદાર નવાગામમાં રહેતાં સાજીદશા જાહીદશા શાહમદાર અને ગ્રાહક પેડક રોડમાં રહેતાં નયન રતિભાઇ આસોડીયા,જય જવાન જય કિસાન સોસાયટી-૨માં રહેતાં રાહુલ રાજેશભાઇ બાહુકીયા,મોરબી રોડ રામણી પાર્કમાં રહેતાં અનિલ પ્રવિણભાઇ રીબડીયાની ધરપકડ કરી છે. ચાર બંગાળ યુવતી પણ ત્યાંથી મળી આવી હતી જેની પુછતાછ કરતાં દયા ચાર મહિનાથી પોતાની પાસે વેશ્યાવૃતિ કરાવતી હોવાનું અને ગ્રાહક દિઠી રૂા. ૮૦૦ લઇ તેમાંથી ૩૦૦ પોતે રાખી લઇ બાકીના ૫૦૦ લલનાને આપતી હતી. પોલીસે કુલ રૂા. ૧૯૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.