Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

બોજ નહીં પગભર: મનોદિવ્યાંગ દીકરીઓના જીવનમાં રંગ ભરતા દીપિકાબેન પ્રજાપતિ

Thu, April 11 2024

એકરંગ સંસ્થા દિપીકાબેને 45 મનોદિવ્યાંગ બાળકીઓની મા-બાપ બની સેવા કરી આત્મનિર્ભર બનાવી છે

મનોદિવ્યાંગ દિકરીઓ પેરા ઓલમ્પિક, ખેલ મહાકુંભ સહિત સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી નામના મેળવી છે

રાજકોટની એકરંગ સંસ્થાના દીપિકાબેન પ્રજાપતિને સંતાનમાં દિકરી ન હોવાને કારણે મનોદિવ્યાંગ દિકરીઓને સમાજમાં મોભાદાર સ્થાન આપવા તેમણે પતિ કમલેશભાઈ પ્રજાપતિ સાથે મળી શરૂ કરેલી એકરંગ સંસ્થાની સ્થપના કરી મનોદિવ્યાંગ બાળકીઓના જીવનમાં પગભરતા રૂપી રંગો ભરી રહી છે. ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી જેવી ગંભીર બીમારીઓથી પીડિત 45  જેટલી  મનોદિવ્યાંગ દીકરીઓની સગાં મા-બાપની જેમ સેવા કરી તેમને આત્મનિર્ભર બનાવી છે. હાલ સંસ્થામાં 125 જેટલી દીકરીઓને સંસ્થા સાથે જોડાયેલી છે.

વિચારબીજ કલ્પવૃક્ષ બની બીજાના જીવનનું ઉત્થાન કરીને માનવતાની સરવાણી બનીને અન્ય માટે પ્રેરણસ્રોત બનતી હોય છે. મનોદિવ્યાંગ બહેનો માટે તેવું વિચારબીજ રોપીને દીપિકાબેન પ્રજાપતિ કલ્યાણકારી બન્યા છે. તેમના  દ્વારા સંચાલિત “એકરંગ” સંસ્થા અત્યારે મનોદિવ્યાંગ બાળકીઓના જીવનમાં અનેક રંગો ભરી રહી છે. છેલ્લા 15 વર્ષથી સંપૂર્ણ ચાલતી “એકરંગ” સંસ્થામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર, એક વાલી ધરાવનાર, આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવનાર જરૂરિયાતમંદ મનોદિવ્યાંગ, અપંગ, ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી, અટેન્શન ડેફિસીટ હાયપર એકટીવિટી ડીસ ઓર્ડર સહિતની વિકલાંગતા ધરાવતી આશરે 125  મનોદિવ્યાંગ દિકરીઓને નિઃશુલ્ક થેરાપી અને ડે કેર તાલીમ આપવામાં આવે છે. આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે 24 દીકરીઓ હતી આજે રાજકોટ શહેર અને જિલ્લાની થેરાપી લેવા આવતી દીકરીઓ સહિત 125 જેટલી દીકરીઓ સંસ્થા સાથે જોડાયેલી છે.  સંસ્થા મનોદિવ્યાંગ બહેનોની ડિસેબિલીટી ઘટાડવા અને પોતાનું કામ જાતે કરી શકે તેટલી સક્ષમ બનાવવાના મુખ્ય હેતુ ખાનગી ડોક્ટરો અને તજજ્ઞો દ્વારા ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ, સેન્સરી ઇન્ટીગ્રેશન, સ્પીચ એન્ડ લર્નિંગ, આર્ટ એન્ડ ક્રાફટ, મ્યુઝિક એન્ડ ડાન્સ, સાઉન્ડ હીલિંગ, હાઇડ્રો અને પ્લે થેરાપી આપવામાં આવે છે.તેમજ સ્પેશિયલ એજ્યુકેશન, પ્રિ-વોકેશનલ તાલીમ, બાળકો અને વાલીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. સંસ્થાની મનોદિવ્યાંગ દિકરીઓ પેરા ઓલમ્પિક, ખેલ મહાકુંભ સહિત જિલ્લાની અન્ય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રથમ ક્રમાંક લઈ આવે છે.

ચિત્ર સ્પર્ધા અને ભરત નાટ્યમ જેવી નૃત્ય સ્પર્ધામાં પણ અગ્રેસર હોય છે. સંસ્થામાં એવી પણ દિકરી છે જેણે અક્ષરજ્ઞાન વિના ગીતાના 27  શ્લોક  કંઠસ્થ કર્યા છે. એક દિકરીએ તો ધોરણ 10ની પરીક્ષા પણ પાસ કરી છે.ખાનગી હોસ્પિટલમાં એક કલાકની થેરાપીના આશરે 1100થી 1200 રૂપિયા ચાર્જ હોય છે જ્યારે એક રંગ સંસ્થામાં  દિકરીઓને નિ:શુલ્ક થેરાપી અને તાલીમ આપવામાં આવે છે. આશરે 15 જેટલી મહિલા સ્ટાફ દ્વારા મનોદિવ્યાંગ દિકરીઓની સાર-સંભાળ લેવામાં આવે છે. સામાન્ય માણસો કરતાં મનોદિવ્યાંગ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેથી પૌષ્ટિક તત્વોથી ભરપુર સવાર-સાંજ નાસ્તો અને બપોરે-રાત્રે ભોજન એમ કુલ 4 વખત આહાર આપવામાં આવે છે. રોજ બોડી ટેમ્પરેચર માપવામાં આવે છે તેમજ દર ત્રણ મહિને મેડિકલ ચેક અપ કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તે માટે આધ્યાત્મિક જ્ઞાન અને ભજન કીર્તન પણ શિખડાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે શૂન્યમાંથી સર્જન કરીને દિકરીઓની મનોદિવ્યાંગતા ઘટાડીને આત્મનિર્ભર બનાવવા સુધીની સફર ખેડનાર દિપીકાબેન સમાજની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. સેવાકીય કાર્ય બદલ દિપીકાબેનને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

મનોદિવ્યાંગ દિકરીઓને સમાજમાં પુનઃ સ્થાપિત કરવાનું ધ્યેય: દિપીકાબેન

મનોદિવ્યાંગ દિકરીઓને પોતાની દિકરીની જેમ હૂંફ આપતા સંસ્થાના સંચાલક દીપિકાબેન પ્રજાપતિએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજનો અમુક વર્ગ આજે પણ સામાન્ય દિકરીઓને બોજ માનતા હોય છે ત્યારે મનોદિવ્યાંગ દિકરીની સાર સંભાળ રાખવામાં ઘણી ધીરજ, વિશાળ દિલ અને સવિશેષ સેવાની જરૂર હોય છે. અમારી સંસ્થામાં મોટાભાગની દિકરીઓએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે તે સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવે અને પોતાનું કામ જાતે કરીને આત્મનિર્ભર બને તેના ઉપર વિશેષ ધ્યાન દેવામાં આવે છે. આ મનોદિવ્યાંગ દિકરીઓને થેરાપી અને તાલીમ આપીને સંસ્થાની કેટલીક મનોદિવ્યાંગ દિકરીઓની દિવ્યાંગતા ઘટાડીને સમાજમાં પુનઃ સ્થાપિત કરી છે. આજે તેઓ તેના પરિવાર ઉપર બોજ બન્યા વિના સ્વયંની સાથે પરિવારને પણ મદદ રૂપ બની રહી છે.

Share Article

Other Articles

Previous

૪૨.૧. ડીગ્રીએ રાજકોટ ધખ્યુ : આજે પણ લૂ અનુભવાશે

Next

જાણો આજનું રાશિફળ | 11-04-2024

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
11 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
12 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
12 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
13 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાની ઈરાનમાં હત્યા, ઇઝરાયલે બદલો લીધો
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
અરવિંદ કેજરીવાલ જેલની બહાર આવી શકશે ? સુપ્રીમ કોર્ટમાં આજે જામીન અરજીની સુનાવણી
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
કોરોનાએ એક મહિનામાં કેટલા લોકોનો ભોગ લીધો, વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કારમાં બેઠા બાદ ગેસ એજન્સીના સંચાલક અને સ્વિમિંગ બાદ તરવૈયાનું એટેકથી મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર