Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

કિન્નરોના મૃત્યુ બાદ બુટ ચપ્પલથી મારવામાં આવે છે? કેવી રીતે થાય છે અંતિમક્રિયા? જાણો ગૂઢ રહસ્યો

Fri, September 8 2023

ભારતીય સંસ્કૃતિમાં કિન્નરોનું વિશેષ સ્થાન છે. ધાર્મિક ગ્રંથોમાં પણ તેમનો ઉલ્લેખ છે. દેશમાં ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપને પૂજવામાં પણ આવે છે. મહાભારતમાં શિખંડીની ભૂમિકા પરથી પણ તેમના મહત્વનો અંદાજ આવી જાય છે. પરંતુ, અત્યારના સમયમાં ઘણા સ્થળોએ તેમને સન્માન આપવામાં આવતું નથી. તેમની સાથે અમનવીય વ્યવહાર થયા હોવાના પણ ઘણા દાખલા છે.

પત્રકાર અને લેખક શરદ ત્રિવેદીએ કિન્નરોના રહસ્યમય જીવન પર બુક લખી છે. જેનું ટાઈટલ ‘किन्नर अबूझ रहस्यमय जीवन’ છે. તેમાં કિન્નરોના જન્મનું કારણ, સનાતન ધર્મમાં કિન્નરોનું મહત્વ, કિન્નરોના પ્રાર્થના સ્થળ, તેમના વર્ગ, તેમના પરિવાર સહિતની બાબતોની જાણકારી અપાઈ છે. ખાસ કરીને તેમના મૃત્યુ બાબતે રહસ્ય પરથી પડદો ઉઠાવાયો છે.

કિન્નરોનું જીવન તો રહસ્યમય છે જ, આ સાથે તેમના મૃત્યુ અને અંતિમ સંસ્કાર પણ રહસ્યમય ગણાય છે. તેમની અંતિમયાત્રા નીકળતી જોવા મળતી નથી. તેમના અંતિમ સંસ્કાર થતા હોવાનું પણ જોવા મળતું નથી. જેથી આ વિષયો ઉપર અનેક તર્ક થતા હોય છે.

કેટલાક લોકો માને છે કે કિન્નરોની અંતિમયાત્રા કોઈ કોઈ જોઈ ન શકે તે માટે મધરાતે કાઢવામાં આવે છે. કેટલાક માને છે કે, તેઓની અંતિમયાત્રા કાઢવામાં આવતી નથી. તેમના પાર્થિવ શરીરને બોરીમાં બંધ કરી અજ્ઞાત સ્થળે દફનાવી દેવાય છે. એક માન્યતા એવી પણ છે કે સામાન્ય વ્યક્તિ મૃતક કિન્નરનો ચહેરો કે સ્મશાન યાત્રા જોઈ લે તો તેને ફરીથી કિન્નરના રૂપમાં જન્મ લેવો પડે છે. એવી પણ ભ્રમણા છે કે, કિન્નરનું મૃત્યુ થઈ જાય ત્યારે તેને બુટ ચપ્પલથી માર મારવામાં આવે છે. મૃત્યુ પામનાર કિન્નરના સાથી શોક પાળવાની જગ્યાએ ખુશી મનાવે છે.

આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે, કોઈ વ્યક્તિ કિન્નરની સ્મશાન યાત્રા કે અંતિમ સંસ્કાર જોઈ જ ન શકે તેવું કેવી રીતે શક્ય છે? કિન્નર અખાડાના વિત્ત મંત્રી મહંત કામિનીએ આ સવાલનો જવાબ આપ્યો છે. તેઓ કહે છે કે, કિન્નર સામાન્ય માણસ જેવા જ હોય છે. તેઓની પણ સ્મશાન યાત્રા નીકળે છે અને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જોકે, આ પ્રક્રિયામાં કિન્નર સામેલ થતા નથી. જેથી લોકોને મૃતક કિન્નર હોવાનો ખ્યાલ આવતો નથી.

તેઓ કહે છે કે, સાત – આઠ સદી પહેલા લોકો કિન્નરોને શ્રાપ તરીકે જોતા હતા. સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં કિન્નરોના અંતિમ સંસ્કાર કરવાની મનાઈ હતી. જેના કારણે તેઓ આંતરિયા સ્થળે ખાડો ખોદીને મૃતક કિન્નરનો પાર્થિવ દેહ દફનાવી દેતા હતા. નદી હોય તો તેમાં દેહ વહાવી દેવાતો હતો. આ પ્રક્રિયામાં ઓછા કિન્નર જ સામેલ થતા હતા. ત્યારબાદ શોષણના ભયથી કિન્નરોએ અંતિમ સંસ્કારમાં સામેલ થવાનું છોડી દીધું.

કિન્નરો સમાજનો હિસ્સો છે. જેથી તેમના જીવન દરમિયાન તેઓ પણ કેટલાક સંબંધો બનાવે છે. કોઈને ભાઈ બનાવે છે તો, કોઈ સંતાન બનાવે છે. તેઓ આત્મીયતાથી સંબંધ રાખે છે. આવી સ્થિતિમાં જ્યારે કિન્નરનો મૃત્યુ થઈ જાય ત્યારે આ લોકો તેમની અંતિમ યાત્રામાં સામેલ થાય છે. આ અંતિમ યાત્રા પરંપરા મુજબ નીકળે છે. જોકે, તેમાં કિન્નરોની જગ્યાએ સામાન્ય લોકો હોય છે. વિધિ વિધાન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

કિન્નર હિન્દુ હોય તો સ્મશાન ઘાટે અંતિમ સંસ્કાર થાય છે અથવા સમાધિ અપાય છે. જો મુસ્લિમ હોય તો કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે. કિન્નરના મૃત્યુ સમયે પણ શોક પાળવામાં આવે છે. મૃતક કિનરના ગુરુ, શિષ્ય અને સાથીઓ શોક પાળે છે. પાર્થિવ શરીરને સફેદ ચાદર ઢાંકી અગરબત્તી સળગાવાય છે. મૃતક હિન્દુ હોય તો 13મુ થાય છે. મુસ્લિમ હોય તો 40મુ મનાવવામાં આવે છે.

સામાન્ય માણસના મૃત્યુ પર અંતિમ સંસ્કાર કરવાની અને સફેદ કપડાં પહેરીને એક જગ્યાએ બેસવાની પરંપરા હોય છે. આવું મૃતકના પિતા, ભાઈ, પુત્ર, પૌત્ર કરે છે. જોકે, કિન્નરના મૃત્યુ બાદ તેના શિષ્ય દ્વારા આ કરવામાં આવે છે. તેઓ પોતાને એક રૂમમાં બંધ કરી દે છે. સફેદ વસ્ત્રો પહેરીને તે ગુરુના નામે ધાર્મિક પરંપરા અનુસાર 13 દિવસ સુધી દીવો પ્રગટાવે છે. જો કોઈ કિન્નરનો શિષ્ય ન હોય અને તે મૃત્યુ પામે તો બધી વિધિ તેમના ગુરુ અથવા સાથી દ્વારા થાય છે.

કિન્નરના મૃત્યુ બાદ ખુશી મનાવવામાં આવતી નથી. સંપત્તિ મેળવવા માટે એકબીજા સાથે ઝઘડો કરવામાં આવતો નથી. કિન્નરની પીડા અનુભવીને વાસ્તવિકતા જાણવાને બદલે વિચિત્ર પ્રકારની ધારણાઓ બાંધવામાં આવી છે. આ ધારણાઓ સદીઓથી સમાજમાં ભ્રમ ફેલાવી રહી છે.

Share Article

Other Articles

Previous

સવારે ઉઠતા વેત ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક? તબીબો આપે છે આવી સલાહ

Next

ક્યાં વાતાવરણમાં કઈ શાકભાજી ઉગાડવી ?, ઘરની આસપાસ હરિયાળી સાથે પૈસાની થશે બચત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
અમારા વિઝનને જોઈને જનતાએ અમને મત આપ્યા…બિહારમાં NDAની જીત બાદ PM મોદીએ ટ્વિટ કરીને જનતાનો આભાર માન્યો
2 કલાક પહેલા
બેડરૂમમાં સૂતેલા પ્રૌઢને જગાડી 22 ફડાકા ઝીંક્યા, કાનનો પડદો ફાટ્યો! રાજકોટના યુનિવર્સિટી રોડ પરની ઘટના
2 કલાક પહેલા
પ્રશાંત કિશોરને ચૂંટણી જંગમાં ઝંપલાવવાનું ભારે પડ્યું: જન સૂરાજ પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું,જાણો અન્ય પક્ષોની સ્થિતિ
2 કલાક પહેલા
NDA માટે ‘રવીન્દ્ર જાડેજા’ સાબિત થયા ચિરાગ પાસવાન : બિહાર ચૂંટણીમાં ફિનિશરની ભૂમિકા ભજવી!
3 કલાક પહેલા
Categories

નેશનલ

2651 Posts

Related Posts

ભારતની અમેરિકા સાથે 1 અબજ ડોલરની સંરક્ષણ ડીલ : ફાઇટર વિમાનોના એન્જિન આવશે,વાયુ સેના વધુ ઘાતક બનશે
ઇન્ટરનેશનલ
3 મહિના પહેલા
રાજકોટમાં પરપ્રાંતીયનું ઢીમ ઢાળી દેવાયું : ખુલ્લા પ્લોટમાંથી માથા-કપાળ પર ત્રણ ઘા મારેલી હાલતમાં મૃતદેહ મળ્યો
ક્રાઇમ
3 મહિના પહેલા
એલન મસ્કે ભારતની કઈ બાબતના કર્યા વખાણ ? શું કહ્યું ? વાંચો
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
પાકિસ્તાની નાગરિકો પર કાર્યવાહી : ગુજરાતમાંથી 438 લોકોને અટારી સરહદે મોકલાયા, આ તારીખ સુધી જ વિઝા રહેશે માન્ય
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર