ગુજરાતમાં ન્યાય સિસ્ટમમાં મોટો બદલાવ : પેન્ડિંગ અને જુના કેસનો બે 57 દિવસમાં ન્યાય મળશે
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને સ્ટેન્ડિંગ કમિટીના જજો દ્વારા મહત્વનો નિર્ણય
13,988 જૂના કેસોમાં ચોક્કસ તારીખો આપીને સુનાવણી હાથ ધરવામાં આવશે
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને સ્ટેન્ડિંગ કમિટીના જજો દ્વારા મહત્વનો નિર્ણય લીધો થો જેમાં આગામી બે માંસમાં પાંચથી દસ વર્ષ અને તેનાથી પણ વધુ જુના કેસોનો નિકાલ કરવામાં આવશે જેથી જૂન પેન્ડિંગ કેસોને 57 દિવસમાં જ ન્યાય મળશે. અંદાજીત 13,998 જુના કેસોનો ત્વરિત નિકાલ કરવા આદેશ કરાયો છે. 1 સપ્ટેમ્બર થી 27 ઓક્ટોબર સુધીમાં તમામ કેસની સુનાવણી પૂર્ણ થયા પછી ચુકાદો આવી જાય તે પ્રકારની સૂચના અપાઈ છે. રાજ્યના વકીલોને ઈમેલથી તારીખ આપવાનો નવતર પ્રયોગ અમલમાં આવશે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના નવા નિર્ણયથી વકીલ વર્તુળ અને લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે. વર્ષો સુધી કોર્ટ કેસનો નિકાલ આવતો નથી. કેટલાક કિસ્સામાં ન્યાય મળે ત્યા સુધી લોકોના મોત થાય હોય તેવુ પણ જોવા મળ્યુ છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ હવે આ સિસ્ટમ બદલવા જઈ રહ્યું છે. 13,988 કેસ શોધવામાં આવ્યા છે, જેનો નિકાલ વર્ષોથી આવ્યો નથી. આ તમામ પેન્ડિંગ કેસોને તારીખ આપવામં આવશે. તમામ પેન્ડિંગ કેસોને 1 સપ્ટેમ્બરથી 27 ઓક્ટોબર સુધીમાં આપવામાં આવી છે.
જેમાં 5 વર્ષથી ઓછા સમયના, 5થી 10 વર્ષ જૂના અને 10 વર્ષ કરતાં વધુ જૂના કેસની કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. આ માટે એક સિસ્ટમ બનાવવામાં આવી છે. જે મુજબલિસ્ટેડ ન હોય તેવા કેસો જેને 10 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોય તો તેને બે મહિનાની અંદરની તારીખ ફાળવાશે. 5થી 10 વર્ષના સમયગાળાના કેસોને બેથી ચાર મહિનાની અંદરની તારીખ ફાળવાશે. જ્યારે 5 વર્ષ કરતાં ઓછા સમયના કેસોને ચારથી છ મહિનાની તારીખ ફાળવાશે. આ ઉપરાંત કોર્ટે જે કેસોને આગામી લિસ્ટેડ તારીખ ન આપી હોય, આગામી મુદતની તારીખ ન અપાઈ હોય, કોર્ટ માસ્ટર દ્વારા સિસ્ટમમાં તારીખ ન નખાઈ હોય તેવા સંજોગોમાં 10 વર્ષથી વધુ જૂના કેસોને 7 દિવસની અંદરની તારીખ અપાશે. તેમજ 5થી 10 વર્ષ સુધીના જૂના કેસોને 8થી 14 દિવસની અંદર તારીખ અપાશે. પાંચ વર્ષની અંદરના કેસોને 15થી 21 દિવસની અંદરમાં તારીખ અપાશે. આમ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે લીધેલા આ નિર્ણયથી ન્યાયની સિસ્ટમમાં મોટો બદલાવ આવશે.
કારણ કે, વર્ષોથી પેન્ડિંગ કેસોનો ઝડપથી નિકાલ આવશે. સાથે એકબીજા સાથે સંકળાયેલા કેસોને સરખી તારીખ અપાશે. સમય વીતી ગયો હોય તો તેને બે મહિનાની અંદરની તારીખ ફાળવાશે. ૫થી ૧૦ વર્ષના સમયગાળાના કેસોને બેથી ચાર મહિનાની અંદરની તારીખ ફાળવાશે. જ્યારે ૫ વર્ષ કરતાં ઓછા ફાળવવામાં આવે. સમયના કેસોને ચારથી છ મહિનાની તારીખ ફાળવાશે. જ્યારે કોર્ટે જે કેસોને આગામી લિસ્ટેડ તારીખ ન આપી હોય, આગામી મુદતની તારીખ ન અપાઈ હોય, કોર્ટ માસ્ટર દ્વારા સિસ્ટમમાં તારીખ ન નખાઈ હોય તેવા સંજોગોમાં ૧૦ વર્ષથી વધુ જૂના કેસોને છ દિવસની અંદરની તારીખ અપાશે, ૫થી ૧૦ વર્ષ સુધીના જૂના કેસોને ૯થી ૧૪ દિવસની અંદર તારીખ અપાશે. પાંચ વર્ષની અંદરના કેસોને ૧૫થી ૨૧ દિવસનીCrpc અને ipcમાં ફેરફાર કરવામાં જોઈએ : અંશ ભારદ્વારજ રાજકોટના નામાંકિત એડવોડેટ અંશ ભારદ્વારજે વૉઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે ટ્રાયલ કેસ જે સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકતા નથી. ઝડપી કેસો પૂર્ણ કરવા માટે સિસ્ટમમાં ફેરફાર કરવો જરૂરી છે. સીઆરપીસી અને આઇપીસીમાં ફેરફાર કરવામાં આવે તો 95 ટકા ગુના બનતા અટકે છે. મોત ભાગે પ્રેમ સંબધ,રૂપિયા કે જમીન બાબતે ગુનાઓ બનતા હોય છે. હત્યા તેમજ હત્યાની કોસીશ સહિતના કેસનો આ નિર્ણયથી ઝડપી નિકાલ થશે. આવ ઘણા કેસમાં સજા થઈ ન હોવા છતાં ઘણા બધા આરોપીઓ જેલ માં વર્ષોથી બંધ છે, આ નિર્ણય બાદ દરેક પડતર કેસને આગામી લિસ્ટિંગની તારીખ ફાળવવાની રહી જાય તો કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ મળે. તેવા કેસોમાં ઓટોમેટિક નવી તારીખ આપશે. જૂના કૈસોને પ્રાથમિકતા આપવા તેને ત્રણ ભાગમાં વિભાજિત કરાયા છે. જે મુજબ ૧૦ વર્ષથી જૂના કેસોને અત્યંત જૂના કેસ ગણવામાં આવશે. પથી ૧૦ વર્ષ સુધીના કેસોને જૂના કેસો તરીકે ગણવામાં આવશે. જ્યારે ૫ વર્ષ સુધીના કેસોને બહુ જૂના નહીં તેવા કેસ ગણવામાં આવશે. જે કેસો એકબી જા સાથે સંકળાયેલા હોય તેવા કેસોને સમાન તારીખ અપાશે. મુખ્ય કેસ સાથે વચગાળાની અરજીઓની તારીખ અપાશે. જામીન અને ક્વોશિંગ પિટિશનનું ઓટોલિસ્ટિંગ થાય જ છે. તે સિવાયના કેસ ફાઈલ થયે ચાલુ દિવસોમાં ચોથા દિવસથી સિસ્ટમ જનરેટેડ તારીખ મળશે.