યુપીઆઈનો ઉપયોગ કરતાં લોકોને શું મળી નવી સુવિધા ? જુઓ
યુપીઆઈનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે નવી સુવિધા શરૂ થઈ ગઈ છે તે ખૂબ સારા સમાચાર છે. જે મુજબ હવે ગ્રાહકો યુપીઆઈથી એટીએમમાં રોકડ રકમ જમા કરાવી શકશે. ડિપોઝિટ કરવા માટે હવે ડેબિટ કાર્ડની જરૂર રહેશે નહીં.
જો કે અત્યારે તો ફક્ત 2 બેન્કો એક્સિસ બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જ આ સેવા શરૂ કરાઇ છે. ટૂક સમયમાં જ ધીરે ધીરે દેશમાં બધા એટીએમમાં આ સેવા શરૂ થઈ જવાની ધારણા છે અને લોકોને આ બહુ ઉપયોગી સેવા મળવાની શરૂઆત થઈ છે.
રિઝર્વ બેન્કે રાષ્ટ્રીય પેમેન્ટ નિગમ સાથે મળીને યુપીઆઈ-આઇસીડી સેવા શરૂ કરી છે. જેમાં યુપીઆઈ એપનો ઉપયોગ કરીને કેશ ડિપોઝિટ મશીનમાં રોકડ જમા કરાવી શકાશે. આ સુવિધા બેન્કો ઉપરાંત અન્ય એટીએમ સંચાલકો પાસે પણ ઉપલબ્ધ થશે.
છેલ્લા ઘણા સમયથી દેશમાં યુપીઆઈ પેમેન્ટ પર લોકોનો ભરોસો વધી રહ્યો છે. સરકાર પણ આ બાબતથી ખુશ છે અને આગામી સમયમાં પણ આ સંખ્યા વધવાની જ છે.