યુપીએસસીની સીધી ભરતી અંગે કેન્દ્ર સરકારે શું કર્યું ? વાંચો
યુપીએસસીની સીધી ભરતી અંગે વિવાદ બાદ કેન્દ્ર સરકારે મંગળવારે તેની જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે યુપીએસસીને પત્ર લખ્યો હતો જેમાં લેટરલ એન્ટ્રી એટલે કે સીધી ભરતીની જાહેરાત પર પ્રતિબંધ મૂકવાનું કહેવામાં આવ્યું હતું. . કર્મચારી અને જાહેર ફરિયાદ મંત્રી જિતેન્દ્ર સિંહે પત્રમાં કહ્યું છે કે સૈદ્ધાંતિક રીતે 2005માં રચાયેલા વહીવટી સુધારણા આયોગ દ્વારા સીધી ભરતીને સમર્થન આપવામાં આવ્યું હતું. જેની અધ્યક્ષતા વીરપ્પા મોઈલીએ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓ દ્વારા આ બારામાં હોબાળો મચાવાયો હતો અને અનામત છીનવી લેવામાં આવી રહી છે તેવો આરોપ મૂકવામાં આવ્યો હતો.
દરમિયાનમાં મંત્રીએ કહ્યું હતું કે તત્કાલીન યુપીએ સરકારે સીધી ભરતી દ્વારા આરક્ષણની પ્રક્રિયાને અનુસર્યા વિના વિવિધ મંત્રાલયોના સચિવો અને ટોચના નેતૃત્વ જેવા ઘણા મહત્વપૂર્ણ પદો પર નિમણૂંકો કરી હતી. રાષ્ટ્રીય સલાહકાર પરિષદના સભ્યો સુપર નોકરશાહી ચલાવતા હતા. જે વડાપ્રધાન કાર્યાલયને નિયંત્રિત કરતી હતી.
2014 પહેલા નિયમોનું ઉલ્લંઘન
યુપીએસસીને લખેલા પત્રમાં પાછલી સરકાર પર આરોપ લગાવતા કહેવામાં આવ્યું છે કે 2014 પહેલા લેટરલ એન્ટ્રી દ્વારા કરવામાં આવેલી મોટાભાગની નિમણૂકો એડ-હોક ધોરણે કરવામાં આવી હતી. જ્યારે અમારી સરકારે આ પ્રક્રિયા સંસ્થાકીય, ખુલ્લી અને પારદર્શક રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે.
વડાપ્રધાન દ્રઢપણે માને છે કે લેટરલ એન્ટ્રીની પ્રક્રિયાને અનામતની જોગવાઈઓના સંદર્ભમાં બંધારણમાં દર્શાવેલ સમાનતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો સાથે સુસંગત બનાવવી જોઈએ. વડાપ્રધાન માને છે કે સરકારી નોકરીઓમાં અનામત સામાજિક ન્યાય પર કેન્દ્રિત હોવી જોઈએ.
અશ્વિની વૈષ્ણવે કોંગ્રેસને ઘેરી
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સીધી ભરતી સ્કીમ પર કોંગ્રેસને ઘેરી લીધી. તેમણે કહ્યું, “યુપીએસસીમાં સીધી ભરતી અંગેનો પારદર્શક નિર્ણય એ રીતે લેવામાં આવ્યો છે કે આરક્ષણના સિદ્ધાંતનો અમલ થાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા સામાજિક ન્યાય પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.