મિનરલ વોટર અને પેકેજ્ડ ડ્રિંક ખતરનાક!
ભારતમાં જ વરસે ૧૦ હજાર કરોડ રૂપિયાનું પાણી બોટલમાં પીવાય છે
FSSAIએ હાઇ રિસ્ક ફૂડ કેટેગરીમાં મુક્યા : તમામ ઉત્પાદનો હવે ફરજિયાત નિરીક્ષણ અને થર્ડ પાર્ટી ઓડિટને આધિન રહેશે.
આજના સમયમાં પેકેજ્ડ ડ્રીંક્સ અને મિનરલ વોટરનું ચલણ વધતુ જાય છે પરંતુ તેની ગુણવત્તા હંમેશા ચર્ચામાં રહી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) માને છે કે, આ પેકેજ્ડ વોટર એ મિનરલ નથી પરંતુ જોખમી ઝેર છે !! આ સરકારી ઓથોરિટીએ પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટરને ‘હાઈ-રિસ્ક ફૂડ કેટેગરી’ માં મુકવાનો નિર્ણય કર્યો છે. આનો અર્થ એ છે કે આ ઉત્પાદનો હવે ફરજિયાત નિરીક્ષણ અને થર્ડ પાર્ટી ઓડિટને આધિન રહેશે. વાસ્તવમાં આ ફેરફાર આ ઉત્પાદનો માટે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) તરફથી પ્રમાણપત્રની આવશ્યકતાને હટાવવાના સરકારના ઓક્ટોબરના નિર્ણય પછી લેવામાં આવ્યો છે.ભારતમાં વરસે દસ હજાર કરોડ રૂપિયાનું મિનરલ વોટર પીવાય છે તેવો એક અંદાજ છે.
નોંધનીય છે કે પેકેજ્ડ વોટર અને મિનરલ વોટરનું ઉત્પાદન કરતી કંપનીઓએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)નું લાયસન્સ સાથે સાથે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)નું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે, પરંતુ હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પેકેજ્ડ વોટર અને મિનરલ વોટર પર પ્રતિબંધ જાહેર કરીને વોટર અને મિનરલ વોટર કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પેકેજ્ડ વોટર અને મિનરલ વોટરને ‘હાઈ રિસ્ક ફૂડ કેટેગરી’ તરીકે વર્ગીકૃત કર્યા છે.
આ સિવાય બજારમાં વેચાતી પાણીની બોટલો પર BIS માર્ક હોવું જરૂરી છે. ઉપરાંત પેકેજ્ડ વોટર યુનિટ શરૂ કરતા પહેલા FSSAI પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. આ પ્રમાણપત્ર ખાતરી કરે છે કે પેકેજ્ડ પાણી પીવા માટે સલામત છે.
પેકેજ્ડ વોટર યુનિટમાં પાણીને ફિલ્ટર કરીને સાફ કરવામાં આવે છે અને પછી તેમાં જરૂરી મિનરલ્સ ઉમેરવામાં આવે છે. દૂષિત પાણી અનેક રોગચાળાઓનું કારણ બને છે, તેથી પેકેજ્ડ વોટર યુનિટોએ ખાતરી કરવી જોઈએ કે તેમનું પાણી પીવા માટે સલામત છે.