ઉત્તરકાશી: ટનલમાંથી મજૂરોને બહાર કાઢવામાં હજુ પણ ૭ દિવસ લાગશે
ઉત્તરાખંડના ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા ૪૧ મજૂરોને બચાવવા માટે હવે વર્ટિકલ ડ્રીંલિગ શરુ કરવામા આવ્યુ છે. છેલ્લા સાત દિવસથી મજૂરો અદર ફસાયેલા છે પરતુ હજુ સુધી તેમને બહાર કાઢી શકાયા નથી. મજૂરોને કાઢવા માટે હવે એક મોટુ ઓપરેશન શરુ કરવામા આવ્યુ છે અને વર્ટિકલ ડ્રીંલિગ શરુ કરાયુ છે. વિદેશી નિષ્ણાતો આવ્યા છે અને એમણે એમ કહ્યુ છે કે મજૂરોને કાઢવામા હજુ ૭ દિવસનો સામે લાગશે.
ઈન્ટરનેશનલ ટનલ એક્સપર્ટ આવ્યા મજૂરોને બચાવવા માટે આતરરાષ્ટ્રીય ટનલ નિષ્ણાત પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સ ટીમ સાથે ભારત આવ્યા છે. તેમણે કહ્યુ કે અમારે ૪૧ મજૂરોને બચાવવાના જ છે. પર્વતની ટોચ પરથી ટનલમાં ૧૦૦ ફૂટ સુધીની ઊભી કવાયત કરવામા આવશે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે મેન્યુઅલ ટનલની પરપરાગત પદ્ધતિ, જેનો ઉપયોગ મોટાભાગે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ અને ટનલ બનાવવા માટે થાય છે, તે કામદારોને બહાર કાઢવા માટે પણ અપનાવી શકાય છે. તે જ સમયે, નિષ્ણાતો તૂટેલા ખડકને ફરીથી ખડકમાં ફેરવવા માટે ઉચ્ચ તકનીકી પદ્ધતિઓનો ઉપયોગ કરવા પર વિચાર કરી રહ્યા છે. આર્નોલ્ડ ડિક્સે કહ્યુ કે મજૂરોને બહાર કાઢવામા હજુ ૭ દિવસ જેટલો સમય લાગી શકે છે.
મજૂરો ટનલમાં ખૂબ ઊંડે ફસાયેલા છે અને ટનલ કાટમાળથી ભરાયેલી છે. અત્યાર સુધી રેસ્ક્યૂ ટીમ ધરાશાયી થયેલી ટનલમાંથી
માત્ર ૨૪ મીટર કાટમાળને જ બહાર કાઢી શકી છે. ૧૭ નવેમ્બરના રોજ બપોરે લગભગ ૨:૪૫ વાગ્યે, પાચમી પાઇપ ફીટ કરતી વખતે ટનલમાં જોરદાર તિરાડનો અવાજ સંભળાયો હતો, જેના પગલે બચાવ કામગીરી બધ કરી દેવામા આવી હતી.