GPSCની વર્ગ 2ની પ્રાથમિક કસોટીની તારીખ જાહેર, વાંચો સિલેબસની વિગત
ગુજરાત જાહેર સેવા આયોગ (Gujarat Public Service Commission) એટલે કે GPSC દ્વારા વધુ એક મહત્વની જાહેરાત આપવામાં આવી છે. આ વખતે મહત્વની પરીક્ષાની તારીખ અંગનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ પહેલા પણ ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ વખતે આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ-2ની પ્રાથમિક કસોટીની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
ઓગસ્ટમાં આ પરીક્ષા માટેના ફોર્મ ભરાયા હતા જેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ અંગે માહિતી આપીને GPSCએ જણાવ્યું છે કે, આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 40/2023-24, આદિજાતિ વિકાસ અધિકારી, વર્ગ-2ની પ્રાથમિક કસોટીની આગામી વર્ષે જાન્યુઆરીમાં યોજાશે. જેઓ આ પરીક્ષા આપવાના છે અને તેના માટે તૈયારી કરી રહ્યા છે તેમણે 21 જાન્યુઆરી 2024 (21/01/2024)ના રોજ પરીક્ષા આપવા જવાનું રહેશે. આ ભરતી બે તબક્કામાં પસંદગી પામેલા ઉમેદવારોને નોકરી મળી શકે છે. જેમાં પ્રાથમિક કસોટી બાદ ઈન્ટરવ્યૂ રહેશે અને તે બાદ ઉમેદવારોને નોકરી માટેનો કૉલ લેટર આપવામાં આવશે.
જીપીએસસીની આ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોએ ફરી એકવાર તેના અભ્યાસક્રમ પર કરી લેવી જરુરી છે. પ્રાથમિક કસોટીનો અભ્યાક્રમ છે જેમાં ભૂગોળ, ઇતિહાસ, રમત-ગમત, સામાન્ય વિજ્ઞાન વગેરેનો સમાવેશ ખરવામાં આવ્યો છે. પરીક્ષાના સિલેબસને 10 ભાગમાં વહેંચવામાં આવ્યો છે જેની વિસ્તૃત માહિતી નીચે દર્શાવવામાં આવી છે.
- ભારતીય ભૂગોળ- ભૌગોલિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધન અને વસ્તી અંગેની બાબતો – ગુજરાતના ખાસ સંદર્ભ સાથે.
- ભારતનો સાંસ્કૃતિક વારસો- સાહિત્ય, કાળા, ધર્મ અને સ્થાપત્યો – ગુજરાતના ખાસ સંદર્ભ સાથે.
- ભારતનો ઇતિહાસ – ગુજરાતના સંદર્ભમાં ખાસ.
- ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન.
- ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણઃ અહીં આમુક, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંદ્ધો, સંસદની રચના, રાષ્ટ્રપતિની સત્તા, રાજ્યવ્યાપી સત્તા, ન્યાયતંત્ર, અનુસૂચિત જાતિ, અનુસચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ, નીતિ આયોગ, બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ- ભારતનું ચૂંટણી પંચ, કોમ્પટ્રોલર એન્ડ એડિટર જનરલ, માહિતી આયોગનો સમાવેશ થાય છે.
- સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી
- ખેલ જગત સહિત રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય મહત્વના બનાવો.
- સમાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી. (જેમાં સમાવેલા વિષયો અંગે મૂળ સિલેબસનો અભ્યાસ કરવો)
- ગુજરાતી વ્યાકરણ- જેમાં જોડણી, સમાનાર્થી-વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતો, સમાસ, સંધિ, અલંકાર, છંદનો સમાવેશ થાય છે.
- અંગ્રેજી વ્યાકરણ-
(1) Articles, Pronouns, Adjectives, Prepositions, Conjunctions and
Question tag.
(2) Verb and Tense, Agreement between subject and verb, Gerund,
Participles.
(3) Modal auxiliaries. Usage of can, may, could, should, etc.
(4) Use of some, many, any, few, a little, Since and for.
(5) Active and passive voice
(6) Degrees of adjectives.
(7) Common errors of usage.