દિલ્હીમાં આજે ભાજપની કેન્દ્રીય ચુંટણી સમિતિની બેઠક
લોકસભાની ચુંટણીની તૈયારી ભાજપ દ્વારા ઝડપી બનાવવામાં આવી છે અને ઉમેદવારોની પ્રથમ યાદીમાં ગુજરાત સહિત ૧૯૫ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. હવે ગુજરાતનાં બાકી રહેતા ૧૧ બેઠકના ઉમેદવારના નામ સહિત અન્ય રાજ્યના ઉમેદવારના નામ ફાઇનલ થઈ રહ્યા છે.
ભાજપની કેન્દ્રીય ચુંટણી સમિતિની બેઠક સોમવારે એટલે કે આજે સાંજે ૬ વાગ્યે દિલ્હીમાં મળવાની છે. મહારાષ્ટ્ર, બિહાર, યુપી અને ગુજરાત સહિતના રાજ્યોના બાકી રહેતા નામો અંગે ચર્ચા કરીને ફાઇનલ કરવામાં આવી શકે છે. પહેલા રવિવારે બેઠક મળવાની હતી પરંતુ હવે તે સોમવારે મળશે.