યાજ્ઞિક રોડ પર પોલીસે સ્કોર્પિયોના કાળા કાચ જોઇ રોકવાનો પ્રયાસ કરતાં નબીરો ભાગ્યો : પોલીસે પીછો કરી પકડી પાડ્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરમાં રૈયા રોડ પર આવેલા ચુડાસમા પ્લોટમાં એક સ્કોર્પિયો કારના નબીરા ચાલકે ત્રણ વાહનોને હડફેટે લઇ કાર દીવાલમાં અથડાવતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.અને કારનો પીછો કરીને આવતી ગાંધીગ્રામ પોલીસે નબીરાને પકડી પાડી ગુનો દાખલ કર્યો હતો.
માહિતી મુજબ ભોમેશ્વરમાં રહેતો રામ સભાડ નામનો 18 વર્ષનો નબીરો કાળા કલરની જીજે.03.કેસી.4800 નંબરની સ્કોર્પિયો કાર લઈને નીકળ્યો હતો ત્યારે તે યાજ્ઞિક રોડ પરથી પસાર થતો હતો. તે સમયે સ્કોર્પિયો કારના કાળા કાચ જોઈ પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેથી નબીરાએ પોલીસથી બચવા માટે કારને પુરપાટ ઝડપે દોડાવી હતી.
અને રૈયા રોડ પર આવેલા ચુડાસમા પ્લોટમાં પહોંચતા સ્કોર્પિયો કારનું ટાયર ફાટી ગયું હતું. જેથી તેને સ્કોર્પિયો પ્રથમ એક ઘરમાં અને ત્યાર બાદ શેરીમાં પાર્ક કરેલા બે ટુ-વ્હીલ અને એક ફોર વ્હીલ સાથે અથડાવી હતી. જ્યારે બીજી બાજુ પોલીસ નબીરાને પકડવા તેનો પીછો કરતી કરતી ચુડાસમા પ્લોટમાં પહોંચી આવી હતી. અને નબીરો ભાગે તે પૂર્વે જ તેને પકડી લીધો હતો. અને તેને ગાંધીગ્રામ પોલીસે લઇ જઈ તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.જ્યારે સદનશીબે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી ન હતી.પરંતુ વાહનોમાં નુકશાન થતાં કાર્યવાહી કરવામાં આવી છે.