“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની સોનું આવી રહી છે વેબ સિરીઝમાં
શો છોડ્યાના 5 વર્ષ બાદ ઓટીટી પર પરત ફરી: સિરિઝનું ટ્રેલર થયું રિલીઝ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ નિધિ ભાનુશાળીએ પાંચ વર્ષ પહેલા શો છોડી દીધો હતો. હવે તે ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહી છે. તે વેબ સિરીઝ સિસ્ટરહૂડ સાથે વાપસી કરી છે. વેબ સિરીઝ સિસ્ટરહૂડનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને નિધિના ફેન્સ ફરીથી નિધિને ફિલ્મી પડદે જોવા ઉત્સુક છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુનું પત્ર ભજવનારી નિધિ ભાનુશાળી એક મીની વેબ શો સાથે સ્ક્રીન પર ડેબ્યૂ કરી રહી છે. આ સિરીઝમાં તે એક સ્ટુડન્ટ બની છે. નિધિ ભાનુશાળીની ફેશનની સમજણ અને તેણીની યુનિક સ્ટાઈલથી તે લોકોમાં ખૂબ જ જાણીતી છે. પાંચ વર્ષ સુધી શોનો ભાગ રહ્યા બાદ શો છોડીનારી આ અભિનેત્રી ચર્ચાઓથી દૂર રહી હતી. જો કે આ દરમિયાન તે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી હતી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરનું પત્ર ભજવનાર પ્રિયા આહુજાએ નિધિની નવી સિરીઝ પર સૌથી પહેલા કોમેન્ટ કરી હતી. તેણીએ લખ્યું હતું કે, આગળ વધતાં રહો. જ્યારે એક ફેનએ લખ્યું કે, નિનો તે કામમાં પાછી ફરી છે જેમાં તે ખૂબ સારી છે. તમને જણાવી દઈએ કે, નિધિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની આગામી સિરિઝનું પોસ્ટર શેર કર્યું હતું અને લખ્યું હતું કે, આ સ્કૂલ ગેંગની મિત્રતા ફક્ત મિત્રતા નથી સિસ્ટરહૂડ છે.