દિયા મિર્ઝાએ આ જગ્યાએ ક્રિસમસ વેકેશન માણ્યું
હાલમા પ્રવાસન સ્થળો પર હાલ માનવ મહેરામણ મોટી સખ્યામા ઉમટી પડ્યુ છે. શનિ રવિ અને ક્રિસમસની સળગ ત્રણ દિવસની રજાઓ મળી જતા લોકોને ફરવાની મજા પડી ગઈ છે અને ગુજરાતના પ્રવાસન સ્થળો મોટી સખ્યામા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. જેમા ફિલ્મ અભિનેત્રી દિયા મિર્ઝા પણ ગુજરાતની મહેમાન બની હતી. ફિલ્મ અભિનેત્રી દિયા મિર્ઝા સાસણ ગીરની મુલાકાતે પહોંચી હતી. જેમા ક્રિસમસનું વેકેશન માણવા અભિનેત્રી ગીર પહોંચી હતી. જેમા દિયા મિર્ઝાએ પરિવાર સાથે સિહ જોવાનો આનદ માણ્યો હતો. તેમજ સાસણગીરના ત્રિવેણી સંગમ સહિતની જગ્યાની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તસ્વીરો શેર કરી હતી. જેમા તેના પરિવાર સાથે સાસણગીરમાં સિહની મજા માણતા જોવા મળ્યા છે. આ ઉપરાત જંગલ રાજા સાથે ફોટો શેર કર્યા છે. નોંધનીય છે કે, મોટી સખ્યામા મુસાફરો સાસણગીર પહોંચી રહ્યા છે. આ તરફ જુનાગઢ અને ગીરમાં પણ ઐતિહાસિક વિરાસત અને સિહ દર્શન કરવા લાખો લોકો ઉમટી પડ્યા. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી સહેલાણીઓ સૌરાષ્ટ્રમા ઉમટી પડ્યા છે. ગિરનાર રોપવે, ઉપરકોટ કિલ્લો અને સિહ દર્શનની મજા માણતા પ્રવાસીઓએ કહ્યુ કે કુદરતી સૌંદર્યનો નજારો જોઇને અભિભૂત થઇ ગયા છીએ.