“ચમક: ધ કન્કલુઝન”નું 16મી ઓગસ્ટે થશે પ્રીમિયર
સોની લિવ પર ઘર બેઠા જોઈ શકાશે
કાસ્ટિંગ ડાયરેક્ટરમાંથી એક્ટર બનેલા પરમવીર સિંહ ચીમા પોતાની અપકમિંગ સિરીઝ “ચમક: ધ કન્કલુઝન”ના બીજા ભાગને લઈને ચર્ચામાં છે. શોમાં તે તેના પિતાના મોતનો બદલો લેવા માટે કઈ પણ કરવા માટે તૈયાર છે. સિરીઝમાં ઈશા તલવાર, મનોજ પાહવા, સુવિન્દર વિક્કી, અકાસા સિંહ, મુકેશ છાબડા જેવા દમદાર કલાકારો છે.
આ સિરીઝની વાર્તા કેનેડાના વેંકુવરથી ચાલુ થાય છે. અહી કાલા (પરમવીર ચીમા) પોતાના કાકા સાથે રહે છે. તેને સંગીત વારસામાં મળ્યું છે. તે એક પ્રખ્યાત સિંગર બનવા માંગે છે. પરંતુ કોઈક ગુનાને કારણે તે જેલમાં બંધ છે. તે યુક્તિ કરીને 6 મહિના પછી પેરોલ પર છૂટી જાય છે અને સીધો જ પોતાની ગર્લફ્રેન્ડને મળવા પહોંચી જાય છે. જ્યારે તે પોતાની ગર્લફ્રેન્ડને મળવા પહોંચે છે ત્યારે તે પોતાની ગર્લફ્રેન્ડને કોઈ ગોરા છોકરા સાથે જોવે છે. આ જોઈને તે ગુસ્સામાં આવી જાય છે અને તે યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખે છે.
આ બનાવને લઈને કેનેડા પોલીસ તેની પાછળ પડી જાય છે. પછી તે નકલી પાસપોર્ટથી ઈન્ડિયા આવી જાય છે. અહી તેને એક હકીકત જાણવા મળે છે કે જેને તે પોતાના પિતા સમજે છે તે હકીકતમાં તેના કાકા છે. તેની પિતાની હત્યા કરવામાં આવી હતી. બાદમાં તે તેના પિતાના હત્યારા સાથે બદલો લેવાનું નક્કી કરે છે. તમને જણાવી દઈએ કે “ચમક: ધ કન્કલુઝન”નું પ્રીમિયર 16 ઓગસ્ટના રોજ સોની લિવ પર થશે.