IIFAમાં પ્રથમ વાર બે ગુજરાતી અભિનેત્રીને મળ્યો એવોર્ડ : જાનકી બોડીવાલા અને સ્નેહા દેસાઈનો બોલિવૂડમાં ડંકો,વાંચો કઈ કેટેગરીમાં જીત્યો એવોર્ડ
ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) નો 25 મો એવોર્ડ સમારોહ 8 અને 9 માર્ચે જયપુરમાં યોજાયો હતો. જેમાં શનિવારે IIFA ડિજિટલ એવોર્ડ અને રવિવારે આઈફા મેન એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં થિયેટરોમાં રિલીઝ થયેલી ફિલ્મોને એવોર્ડ મળ્યા હતા. આ વખતનો આઈફા એવોર્ડ સમારોહ ગુજરાતીઓ માટે ખાસ બની રહ્યો, તો ગર્વનો પ્રસંગ પણ બની રહ્યો. કારણ કે, પહેલીવાર બે ગુજરાતીઓને આઈફા એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલમાં જાનકી બોડીવાલાને એવોર્ડ મળ્યો. જાનકી બોડીવાલાને ફિલ્મ શૈતાનમાં અભિયન બદલ આ એવોર્ડ મળ્યો છે. બોલિવુડ એક્ટર શાહરૂખ ખાનના હસ્તે જાનકી બોડીવાલાએ એવોર્ડ સ્વીકાર્યો હતો. તો બેસ્ટ સ્ક્રિનપ્લે માટે સ્નેહા દેસાઈએ એવોર્ડ જીત્યો હતો.
જેમાં કાર્તિક આર્યનને ‘ભૂલ ભુલૈયા યુ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને બેસ્ટ ફિલ્મની સાથે વધુ 9 એવોર્ડ મળ્યા હતા. આ સિવાય આ એવોર્ડ નાઈટમાં શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત, કરીના કપૂર, શાહિદ કપૂર અને કાર્તિક આર્યન સહિતના સ્ટાર્સે પણ પરફોર્મ કર્યું હતું. તે જ સમયે, કાર્તિકે પણ કરણ જોહર સાથે આ ઇવેન્ટ હોસ્ટ કરી હતી.
ફુલ ગુલાબી ઠંડી વચ્ચે, ફિલ્મ લપતા લેડીઝે રવિવારે સાંજે જયપુર એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર (JECC) ખાતે આયોજિત 25માં IIFA એવોર્ડ સમારોહ જીત્યો હતો. આ ફિલ્મે વિવિધ કેટેગરીમાં દસ એવોર્ડ જીત્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ન્યુઝીલેન્ડની આખરી ક્રિકેટ મેચ હોવા છતાં, JECC મેદાન મૂવી જોનારાઓથી ભરચક હતું. આ શોને અભિનેતા કાર્તિક આર્યન અને ફિલ્મ નિર્માતા કરણ જોહરે હોસ્ટ કર્યો હતો.