રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ફાળવવામાં આવેલા ૧૯ આવાસ ધારકો દ્વારા દસ્તાવેજ જ કરવામાં ન આવતાં તમામની ફાળવણી રદ્દ કરી હતી તો ૧૫ આવાસ ધારકોને કબજો પરત લેવા માટે નોટિસ ફટકારી હતી.
`રૂડા’એ પરિશ્રમ અને આદિત્ય-૭૯ હાઉસિંગ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટીના આવાસધારકો કે જેમના દ્વારા દસ્તાવેજ-ભાડાકરાર કરવામાં આવ્યા ન હોય તેવા ૧૯ લાભાર્થીઓના આવાસની ફાળવણી કરી કબજો પરત લઈ લેવાયો હતો. આ જ રીતે આદર્શ અને શ્રી હાઉસિંગ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટીના ૧૫ આવાસ ધારકો પાસેથી ફ્લેટનો કબજો પરત લઈ લેવા માટે તંત્રએ નોટિસ ફટકારી હતી.