સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ઘરે પારણું બંધાશે : ક્યૂટ ફોટો શેર કરીને લોકપ્રિય કપલે આપી ખુશખબરી
બોલિવૂડનું લોકપ્રિય યુગલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. લગ્નના બે વર્ષ બાદ આ ક્યૂટ કપલના જીવનમાં એક નવો સભ્ય ઉમેરાવા જઈ રહ્યો છે. કિયારા અને સિદ્ધાર્થે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આ આનંદના સમાચાર પોતાના ચાહકો સાથે વહેંચ્યા છે, જેના પગલે તેમના પ્રશંસકો અને શુભચિંતકો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

બી-ટાઉનનું ફેમસ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે. લગ્નના બે વર્ષ બાદ અભિનેત્રી માતા બનવા જઈ રહી છે. હાલમાં જ કિયારા અને સિદ્ધાર્થે એક પોસ્ટ દ્વારા પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. આ કપલે 7 મી ફેબ્રુઆરીએ જ તેમની બીજી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી.
2023માં લગ્ન કર્યા હતા
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ વર્ષ 2023માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગભગ 2-3 વર્ષ સુધી એકબીજાને ગુપ્ત રીતે ડેટ કર્યા પછી, શેરશાહ સ્ટાર્સે બે વર્ષ પહેલાં 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં શાહી લગ્ન કર્યા હતા. હવે લગ્નના બે વર્ષ બાદ આ કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે.
પોસ્ટ કરીને આપી જાણકારી
કિયારા અડવાણીએ 28 ફેબ્રુઆરીએ પોતાની પ્રેગ્નન્સીના સમાચારથી ચાહકોનું દિલ ખુશ કરી દીધું છે. લગ્ન પછીથી જ ચાહકો આ કપલને માતા-પિતા બનતા જોવા માંગતા હતા અને હવે બંનેએ આ ખુશખબર ચાહકો સાથે શેર કરી છે. શુક્રવારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કિયારાએ કેપ્શનમાં લખ્યું, “આપણા જીવનની સૌથી સુંદર ભેટ. ટૂંક સમયમાં આવી રહી છે.” ફોટોમાં કિયારા અને સિદ્ધાર્થ બાળકના મોજા બતાવતા જોવા મળે છે.

આ પોસ્ટ શેર થતાની સાથે જ કોમેન્ટ બોક્સ ચાહકોની સુંદર કોમેન્ટથી ભરાઈ ગયું. એક યુઝરે ભાવનાત્મક રીતે કહ્યું, “બાળકોને બાળક થવાનું છે.” એકે કહ્યું, “મારું દિલ ફાટી જશે. તમને બંનેને અભિનંદન. થુ થુ થુ (નઝર બટ્ટુ ઇમોજી સાથે).” એકે કહ્યું, “બેસ્ટ પેરેન્ટ્સ બનવા જઇ રહ્યા છે.” બંનેને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી અભિનંદન મળી રહ્યા છે.

કિયારા-સિદ્ધાર્થે તેમની બીજી વર્ષગાંઠની ઉજવણી કરી
આ સ્ટાર કપલે 21 દિવસ પહેલા જ તેમની બીજી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. કિયારાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રમુજી વિડીયો શેર કર્યો હતો જે બ્રાઇડલ એન્ટ્રીથી શરૂ થાય છે અને જીમમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેના પરસેવા સાથે સમાપ્ત થાય છે. આ વીડિયોની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, “તે કેવી રીતે શરૂ થયું અને કેવી રીતે ચાલી રહ્યું છે. દરેક બાબતમાં મારા જીવનસાથીને વર્ષગાંઠની શુભકામનાઓ. લવ યુ સિદ્ધાર્થ.”