પત્નીની સહમતી વગર પતિ દ્વારા અકુદરતી યૌન સબંધ ગુનો નથી : છત્તીસગઢ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
પત્નીની અસંમતિ હોવા છતાં પતિ દ્વારા કરવામાં આવેલ અકુદરતી સેક્સ અપરાધ નથી તેવું છત્તીસગઢ હાઇકોર્ટ એક ચુકાદામાં જણાવ્યું હતું. અસ્વાભાવિક સેક્સ પછી હોસ્પિટલમાં મૃત્યુ પામેલી એક મહિલાના કેસમાં અદાલતે આ ચુકાદો આપ્યો હતો. મહિલાને
પેરિટોનાઇટિસ અને રેક્ટલ પરફોરેશન હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
આ કેસમાં પતિ સામે અપ્રાકૃતિક સેક્સ અને હત્યાના પ્રયત્નનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે તેને દોષિત ફેરવ્યો હતો પરંતુ હાઇકોર્ટ તરફથી હવે તેને રાહત મળી છે.નોંધનીય છે કે ભારતમાં વૈવાહિક બળાત્કાર કાયદા દ્વારા ગેરકાયદેસર નથી. હવે હાઈકોર્ટના આ ચુકાદાથી અસ્વાભાવિક સેક્સનું કૃત્ય પણ સજાના દાયરામાંથી બહારકોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે જો પત્ની 15 વર્ષથી વધુ ઉંમરની હોય, તો “કોઈપણ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ” અથવા પતિ દ્વારા કરવામાં આવેલ કોઈપણ સેક્સ્યુઅલ કૃત્યને કોઈપણ સંજોગોમાં બળાત્કાર તરીકે ગણી શકાય નહીં, અને એ સંજોગોમાં અસ્વાભાવિક કૃત્ય માટે પત્નીની સંમતિના અભાવનું
કોઈ મહત્વ રહેતું નથી. તેથી આવા બનાવમાં ipc ની કલમ 376 અને 370 હેઠળના ગુનાઓ આરોપી સામે લાદી શકાય નહીં.

વૈવાહિક બળાત્કાર અંગે શું છે કેન્દ્ર સરકારનું વલણ ?
વૈવાહિક બળાત્કારને ગેરકાયદેસર ગણાવવાની અરજીઓની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતું પરંતુ ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ નિવૃત્ત થતા તે સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી અને હવે નવી બેંચ દ્વારા સુનાવણી થશે. અત્રે એ પણ યાદ કરવું જરૂરી છે કે કેન્દ્ર સરકારે લગ્ન સંસ્થાનું રક્ષણ આવશ્યક હોવાનું જણાવી વૈવાહિક બળાત્કારને ગેરકાયદેસર માનવાની જરૂર ન હોવાનો અને એ મુદ્દે નિર્ણય લેવાનું કોર્ટના અધિકાર ક્ષેત્રમાં ન આવતું હોવાનો મત વ્યક્ત કર્યો હતો.