‘હંસલોને હંસલીની જોડી નિરાલી…’તારો થયો’ગુજરાતી ફિલ્મને નવી ઉંચાઈએ લઈ જશે: હિતેન કુમાર
ગુજરાતી સિનેમા પ્રેમની પટરી પર ખાલી દર્શકોએ દિલ્લગી લગાવવી પડશે:હિતેન કુમાર,સની પંચોલી,વ્યોમા નાન્દી,રિવા રાચ્છ “રાજકોટવાસીઓનાં થયાં”: ‘વોઇસ ઓફ ડે’ના મહેમાન બન્યાં
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ટ્રેક પર આવી રહી છે તેને દોડાવવા માટે હવે ખાલી દર્શકોએ દિલ્લગી દર્શાવી પડશે, ગુજરાતી ફિલ્મોમાં મજબૂત સ્ટોરીથી લઈ ચોટદાર મેકિંગ ટીમ છે, મહારાષ્ટ્ર અને સાઉથના ફિલ્મો હોય કે થિયેટર લોકોનો સાથ અને સ્નેહ જે રીતે અતૂટ છે તેવી રીતે આપણે દર્શકો હજુ વધુને વધુ સાથ આપે તેવી લાગણીભરી અરજ જાણીતા ફિલ્મ સ્ટાર હિતેનકુમારે કરી હતી.
આગામી તારીખ 17 જાન્યુઆરીના રોજ ગુજરાતના 200 થિયેટરોમાં ‘તારો થયો’ ફિલ્મ રિલીઝ થશે એ પૂર્વે રાજકોટમાં તેમના પ્રમોશન માટે આવેલા કલાકારો “વોઇસ ઓફ ડે”ના મહેમાન બન્યાં હતા. હિતેનકુમાર, સની પંચોલી,વ્યોમા નાન્દી,રિવા રાચ્છ, તેમના ડિરેક્ટર ધર્મેશ પટેલ સહિતએ ફિલ્મી સ્ટોરીથી લઈ શૂટિંગ દરમિયાનના અનુભવો પર “વોઇસ ઑફ ડે”ના એમ.ડી.કૃણાલ મણીયાર સાથે અંતરંગ ચર્ચાઓ કરી હતી. થોડા દિવસો પહેલા જ ફિલ્મનું ટીઝર રીલીઝ થતા ની સાથે જ ધૂમ મચાવી રહ્યું છે.
આ ફિલ્મમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય અને હિતેન કુમારની જોડીએ જમાવટ કરી છે, વર્ષો અગાઉ હિતેનકુમાર અને કાજલ ઓઝા થિયેટરમાં કામ કર્યા બાદ બંને તેના અલગ અલગ દિશામાં ચાલ્યા હતા, વર્ષો બાદ હવે રંગમંચ પરની આ જોડી ફિલ્મમાં કેદાર અને મીતાલીના પાત્રમાં રંગ જમાવશે, સુપ્રસિદ્ધ લેખિકા ફિલ્મમાં કઈ રીતે..? જેનો જવાબ આપતા હિતેનકુમાર એ કહ્યું કે આ ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીપ્ટ કાજલ ઓઝાએ લખી હતી. જ્યારે વાર્તા વાંચી ત્યારે એવું ફિલ થયું કે, મિતાલીનું પાત્ર કાજલથી વિશેષ સારી રીતે કોઈ ભજવી શકશે નહીં..આમ પણ અમે અગાઉ થયા નાટક એક સાથે કર્યા હતા.
આ ફિલ્મમાં આખી વાર્તા કેદારની આસપાસ ફરે છે, હિતેનકુમાર અને કાજલ ઓઝા વૈદ્ય સાથે આરવ અને અંતરાનુ પાત્ર શનિ પંચોલી અને વ્યોમા ભજવી રહ્યા છે, આ ઉપરાંત અન્ય પાત્રમાં રિવા રાચ્છ, નમન ગોર તેમનો અભિનય આપી રહ્યા છે. આ ફિલ્મની વાર્તામાં છ અલગ અલગ ગીતો ની મધુર ધૂનથી પ્રેમની સુવાસ છલકાઈ જાય છે, જ્યારે એક ગુજરાતી ગીત લોક ભવાઈને અનોખી રીતે સુંદરતાથી પુનર્જીવિત કરવામાં આવ્યું છે.
એક જ વ્યક્તિના પ્રેમમાં વારંવાર પડવું એટલે તારો થયો
કેદારના પાત્ર સાથે હિતેનકુમાર પોતાના લાગણીસભર અને ધારદાર અભિનય સાથે તેમને સાબિત કરી દીધું છે કે તેઓ ગુજરાતી ફિલ્મના હૃદય સમ્રાટ છે તો તેલુગુ ફિલ્મ થી માંડી હરીઓમહરી… જેવી 10 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપનાર અને માત્ર અભિનય માટે જ કેનેડાથી પરત આવેલી અભિનેત્રી વ્યોમા, કચ્છ એક્સપ્રેસ ફેઈમ રિવા અને સની પંચોલી આ ફિલ્મમાં પ્રેમ માટે યુવા પેઢીની વિચારસરણી અને કઈ રીતે પ્રેમ માટેનું સમર્પણ એ દર્શાવે છે.