કેનેડા સરહદેથી અમેરિકામાં પ્રવેશતા 43,764 ભારતીય નાગરિકો ઝડપાયા
વર્ષ 2023 – 24 દરમિયાન કેનેડાની સરહદે થી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતા 43764 ભારતીય નાગરિકો ઝડપાઈ ગયા હતા. અમેરિકાના કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ ઓક્ટોબર 2023 થી સપ્ટેમ્બર 2024 સુધીમાં
કેનેડાની સરહદથી કુલ 1,98,929 લોકોને અમેરિકામાં પ્રવેશતા ઝડપી લેવાયા હતા. તેમાંથી 22% એટલે કે 43,764 ભારતીય નાગરિકો હતા.
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા માંગતા ભારતીયોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. સત્તાવાર આંકડા મુજબ વર્ષ 2022માં કેનેડા સરહદેથી અમેરિકામાં પ્રવેશથી વેડા ઝડપી લેવાયેલા કુલ 1,09,535 વિદેશી નાગરિકોમાંથી 16% નાગરિકો ભારતીય હતા. 2023 માં પકડાયેલા 1,89,402 ગેરકાયદે પ્રવાસીઓમાંથી 15.84 ટકા એટલે કે 30010 ભારતીયો હતા. 2023- 24 દરમિયાન એ સંખ્યામાં મોટા ઉછાળો આવ્યો હતો.
એ સમયગાળા દરમિયાન 1,98,929 લોકોની ધરપકડ કરવામાં આવી તેમાં ૨૨ ટકા એટલે કે 43,764 ભારતીય નાગરિકો હતા. લેટિન અમેરિકા અને કેરેબિયન પછી સૌથી વધારે ભારતીય નાગરિકો ઝડપાયા હતા.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા માગતા ભારતીય નાગરિકો કેનેડાના વિઝા લીધા બાદ કેનેડાની શરતમાંથી અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે એ ઘૂસણખોરી બંધ કરાવવા કેનેડાને ચીમકી આપી 25% લગાવવાની ધમકી આપી હતી.
આર્થિક પરિબળ કારણભૂત
ભારતમાંથી આટલી મોટી સંખ્યામાં લોકો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા ઉત્સુક હોવા માટે આર્થિક પરિબળ કારણભૂત હોવાનું અમેરિકાની સંશોધન સંસ્થા સર્કલ ઓફ કાઉન્સેલના ભાગીદાર રસેલ એ સ્તામેટસએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સમગ્ર અમેરિકામાં સૌથી ઓછી મીસીસીપી રાજ્ય પર કેપિટા 47000 110 ડોલર આવક ધરાવે છે. તેની સામે ભારતની પર કેપિટા રાષ્ટ્રીય આવક 1195 ડોલર છે. આ સંજોગોમાં સારી જિંદગીની તલાશમાં ભારતીય નાગરિકો અમેરિકામાં પ્રવેશતા હોવાનું તેમણે તારણ આપ્યું હતું.