રાજકોટને વંદે ભારત સહિતની 10 નવી એક્સપ્રેસ ટ્રેન મળશે
જામનગર રોડનાં સાંઢીયા પુલનું કામ પણ ટુંક સમયમાં શરૂ થસે વર્કઓર્ડર અપાઈ ગયો
લોકસભાના સાંસદ મોહન કુંડારિયા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની જાહેરાત
રાજકોટ તા 7 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે રાજકોટ ડિવિઝન હેઠળનાં ભક્તિનગર, સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન સહિતનાં દેશના 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ મોહન કુંડારિયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રાજકોટને વંદે ભારત સહિતની 10 નવી એક્સપ્રેસ ટ્રેન માટે રજૂઆત કરવામાં આવી હોય રાજકોટને આ નવી ટ્રેનો ટુંક સમયમાં મળસે તેમ જણાવ્યું હતું.
ઉપરાંત જામનગર રોડનાં સાંઢીયા પુલ અંગે તેમણે જણાવ્યું હતું કે, તેમાં કોઈ વિવાદ નથી. આ કામનો વર્કઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ કરવામાં આવશે. રાજકોટને વંદેભારત સહિતની અનેક નવી ટ્રેનો મળશે. લાંબા રૂટની ટ્રેન જે અમદાવાદ સ્ટેશન પર 20 કલાકથી વધુ સમય રહેતી હોય તેવી ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવશે. રાજકોટમાં ઇલેક્ટ્રિફિકેશન તેમજ ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી સમયમાં કુલ 10 કરતા વધુ ટ્રેનો રાજકોટને મળે તે માટેનું આયોજન હાલ કરવામાં આવી રહ્યું છે. ભક્તિનગર રેલ્વે સ્ટેશનને રૂ. 26.87 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેશન બનાવવામાં આવશે. અને આ કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રનાં લોકોને વધુ સારી રેલ સુવિધા મળે તે માટે મારા સહિત લોકસભાનાં સાંસદ મોહનભાઈ દ્વારા રજૂઆતો કરાઈ છે અને રાજકોટને ટૂંક સમયમાં રાજકોટ-અમદાવાદ માટે ખાસ સુપરફાસ્ટ ટ્રેન મળે અને તેમજ વાયા મોરબી થઈને ગાંધીધામ માટેની ટ્રેન શરૂ થાય અને વંદે ભારત ટ્રેન દ્વારા પોરબંદર, દ્વારકા અને સોમનાથને જોડવામાં આવે તે માટેના પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે.