મુંદ્રા અદાણી પોર્ટ ઓક્શન ડિપાર્ટમેન્ટમાં પી.એ હોવાનું 1.58 લાખની ઠગાઇ કરનાર પકડાયા
સસ્તા ભાવે ખાંડ આપવાનું કહી વેપારી પાસેથી રજીસ્ટ્રેશન ફી ભરવાના નામે પૈસા પડાવ્યા : એલસીબી ઝોન-2ની ટીમે અંજારથી બંને ગઠિયાઓને દબોચ્યાં
રાજકોટમાં રહેતા વેપારીને બે શખસોએ પોતે મુંદ્રા અદાણી પોર્ટ ઓક્શન ડિપાર્ટમેન્ટમાં પી.એ હોવાની ઓળખ આપી ખાંડ સસ્તા ભાવે આપવાની વાત કરી રજીસ્ટ્રેશન ફી ભરવાના નામે રૂ.1.58 લાખ પડાવતા પ્ર.નગર પોલીસમાં ગુનો નોંધાયો હતો.જે મામલે બંને આરોપીને એલસીબી ઝોન-2ની ટીમે અંજારથી પકડી પાડી પ્ર.નગર પોલીસને સોંપ્યા છે.
માહિતી મુજબ રાજકોટમાં પ્ર.નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વેપારીને પોતે મુંદ્રા અદાણી પોર્ટ ઓક્શન ડિપાર્ટમેન્ટમાં પી.એ દિપેશભાઈ હોવાનું કહી અદાણી પોર્ટમાં સસ્તા ભાવે ખાંડ અપાવવાનું કહ્યું હતું.અને તેમ જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરવાનું જણાવ્યું હતું.અને રજીસ્ટ્રેશન ફી ભરવાના નામે તેમની પાસેથી રૂ.1.58 લાખ પડાવ્યા હતા. બાદમાં વેપારીને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનું માલૂમ પડતાં તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ મામલે એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ.ઝાલાની રાહબદારીમાં હેડ કોન્સટેબલ રાજેશભાઈ મિયાત્રા,રાહુલભાઈ ગોહેલ,શક્તિસિંહ,હેમેન્દ્ર વાઘીયા,કોન્સટેબલ ધર્મરાજસિંહ અને કુલદીપસિંહને મળેલી બાતમી આધારે રાહબદારીમાં ટીમને બાતમી મળતા તેમણે અંજારથી અકબર ઉર્ફે ઓસમાણભાઈ જેઠડા અને જાનમહમદ ઈસાભાઈ મથરાને પકડી પાડી રાજકોટ લાવવામાં આવ્યા હતા.અને તેમને પ્ર.નગર પોલીસને સોંપવામાં આવ્યા છે.
માધાપર ચોકડી પાસેથી રિક્ષામાં દારૂ-બીયરના જથ્થા સાથે બે પકડાયા
શહેરમાં માધાપર ચોકડી પાસે એલસીબી ઝોન-2એ દરોડો પાડીને 19800ના દારૂ-બીયર ભરેલી રીક્ષા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં. વિગતો મુજબ એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ.ઝાલાની રાહબદારીમાં ટીમને મળેલી બાતમી આધારે માધાપર ચોકડી બાયપાસ પાસે રીક્ષા નં.જીજે.3.એએકસ.2083માં 18 ટીન બીયર અને 45 બોટલ દારૂના જથ્થા સાથે નાણાંવટી ચોક પાસે રહેતા જાવેદ ઉર્ફે પાર્થ રાકેશ જેઠવા અને અજય વજુભાઈ સરસાવડીયાની ધરપકડ કરી કુલ રૂા.69,800ના મુદ્ધામાલ કબજે કર્યો છે.