આજીડેમ પાસે યુવકને ઢોર માર મારી દસ શખ્સોએ લૂંટી લીધો
યુવક મિત્ર સાથે ઘરે જતો હતો ત્યારે અજાણયા શખ્સો ધોકા-પાઇપ વડે તૂટી પડ્યા : મોબાઈલ અને સોનાનો ચેન પડાવતા આજીડેમ પોલીસે કરી કાર્યવાહી
વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલા માનસરોવર પાર્ક નજીક યુવાન તેમના મિત્ર સાથે બાઇક પર મુકી પરત ફરતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેના બાઇક સાથે વાહન અથડાવી ધોકા-પાઈપ વડે યુવાન પર હુમલો કરી મોબાઈલ અને સોનાના ચેઈનની લુંટ કરી હતી. અને આ મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.
બનાવની વધુ વિગતો મુજબ ચુનારાવાડ ચોક પાસે શિવાજીનગર 20 માં રહેતો ધવલ વલ્લભભાઈ ઓળકિયા (કોળી)નામનો 36 વર્ષીય યુવાન રાત્રીના પોતાનું બાઈક લઈ માનસરોવર પાર્કથી ચૂનારાવારડ ચોક તરફ જતો હતો. ત્યારે આજીડેમ તરફ જવાના રસ્તે અજાણ્યા 10 જેટલા શખ્સોએ ધોકા-પાઈપ વડે બેફામ માર મારતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ધવલના કૌટુંબીક ઉમેશભાઈએ આક્ષેપો સાથે જણાવ્યું હતુ કે, ધવલ સાંજના સમયે તેમના કાકા અને તેમની પુત્રી આજીડેમ પાસે માનસરોવર પાર્કમાં રહેતા હોય ત્યારે ઘરે જતા હતા ત્યારે આરોપીઓએ વાહન અથડાવી માથાકુટ કરી હતી.જેનો ખાર રાખી તેમના પર ધોકા-પાઈપ વડે હુમલો કર્યો હતો અને ધવલ ભાગવા જતાં તેને અટકાવી તેમના બુલેટની ચાવી અને તેમની પાસેથી મોબાઈલ તેમજ એક સોનાનો ચેઈન લુંટી લીધો હતો. જેથી આ મામલે આજીડેમ પોલીસે ધવલનું નિવેદન નોંધી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવા કાર્યવાહી કરી છે.