SITની રચના પુરાવાનો નાશ કરવા માટે કરાય છે: ઇસુદાન ગઢવી
રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે “આપ”ના સરકાર પર આકરા પ્રહાર: પત્રકાર પરિષદ યોજાઇ: પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ તેવી માંગ કરાઇ: SITની રચના કરી ઢાંક પિછોડો કરવામાં આવે છે: ઇસુદાન ગઢવી
રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ બનાવાયેલી sit મુદ્દે સોમવારે આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, દરેક દુર્ઘટના બાદ SITની રચના કરી ઢાંક પિછોડો કરવામાં આવે છે. એમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, SITની રચના પુરાવાઓનો નાશ કરવામાં માટે કરવામાં આવે છે.
રાજકોટમાં ટીઆરી ગેઈમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટનામાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. ત્યારબાદ ઘટનામાં જવાબદારોને પકડી પાડવા SITની રચના કરવામાં આવી હતી. જે અંગે સોમવારે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીની પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ પત્રકાર પરિષદમાં ઇસુદાને સરકાર પર આકરા પ્રહાર અને આક્ષેપો કર્યા હતા.
પત્રકાર પરિષદમાં ઇસુદાને કહ્યું હતું કે દુર્ઘટના બને છે અને દરકે દુર્ઘટનાની તપાસ માટે જે SIT ની રચના કરવામાં આવે છે પરંતુ અત્યાર સુધીમાં કોઈએ કહ્યું નથી કે મારી જવાબદારી છે. ભાજપ એક સીટ હારે ત્યારે જવાબદારી સ્વીકારે છે પણ આવી ઘટનામાં કોઈ જવાબદારી સ્વીકારતા નથી. SITએ પુરાવાઓનો નાશ કરવા અને માનીતાઓને બચાવવા માટેનો કારસો છે. તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
એમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, દુર્ઘટના બાદ SITની રચના તપાસ માટે નહી પરંતુ ઘટનામાં સંડોવાયેલાઓને બચાવી લેવા માટે થાય છે. સુભાષ ત્રિવેદી સરકારના માનીતા છે એટલે તેમને **SITમાં લેવાય છે. પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ તેવી માંગ કરી હતી. જ્યાં સુધી કોઈ ias, ipsની ધરપકડ નહી થાય ત્યાં સુધી આવી ઘટના બનતી રહેશે. વિજિલન્સ, acb, tp, ias, ipsએ સરકારનો એક ભાગ છે. જે દેખાડા માટે કામ કરે છે.
મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમને અને જે વોર્ડમાં અગ્નિકન્ડની ઘટના બની તે વોર્ડના કોર્પોરેટર વિશે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કા તો એમણે હપ્તા લીધા હશે કા તો એમણે ફોનથી ટીઆરપી ઝોન ચલાવવા કહ્યું હશે. મેયરની હજુ સુધી પૂછપરછ કરવામાં નથી આવી એવું પણ એમણે કહ્યું હતું. ગુજરાતમાં બનેલી જુદી-જુદી ગોઝારી ઘટના બાદ **SITની કાર્યવાહી અંગે ટીમ બનાવી તપાસ કરી હતી. જેમાં વડોદરાના હરણી બોટકાંડમાં સાચા આરોપીઓની ધરપકડ થઈ નથી. 15 આરોપીની ધરપકડ થઈ હતી. તેમાંથી લોકસભા ચુંટણી પૂરી થતાં જ આરોપીઓને જમીન પર મુક્ત કરવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ કમિટી કે **SITનો તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી.
થાનગઢમાં થયેલા દલિત કાંડ વિશે કહ્યું હતું કે, આ ઘટનાના 12 વર્ષ થયા છતાં 2 એફઆઇઆરની ચાર્જશીટ પણ બની નથી.
SITની રચના બાદ બે હત્યાના આરોપી પકડાયા નથી. એક હત્યાના આરોપી **PSI સાહિતને 3ને પકડવામાં આવ્યા હતા. જેઓને 6 મહિને બાદ જમીન પર છોડી મૂકવામાં આવ્યા. તેવી જ રીતે તક્ષશિલા કાંડના તમામ 14 આરોપી છૂટી ગયા છે. જ્યારે બોટાદ લઠ્ઠા કાંડમાં પણ આરોપીઓની ધરપકડ બાદ છૂટી ગયા છે. સરકારે કોઈ વળતર જાહેર કર્યું નથી. આમ જુદી-જુદી ઘટનાઓમાં સાચા આરોપીઓને પકડવામાં આવ્યા નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી ઉપરાંત પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, લોકસભા ઇન્ચાર્જ દિલીપસિંહ વાઘેલા, શહેર પ્રમુખ દિનેશ જોશી સહિતના હાજર રહ્યા હતા.