વિશ્વના પ્રથમ 10 પ્રદૂષિત શહેરોમાંથી ભારતના કયા શહેર છે તે વાંચો
રાજધાની પર સતત ધુમાડાનું આવરણ
વાયુ પ્રદુષણને કારણે દિલ્હીની હાલત દિન પ્રતિદિન વધુ ગંભીર વધતી જાય છે. રવિવારે વિશ્વના પ્રથમ 10 પ્રદૂષિત શહેરોમાં દિલ્હી ટોચ ઉપર રહ્યું હતું. મુંબઈ અને કલકત્તા પણ એ યાદીમાં આવે છે. દિલ્હીમાં સવારે 7:30 વાગ્યે વાયુ પ્રદુષણનો સરેરાશ સૂચકાંક AQI
483 પોઇન્ટ નોંધાયો હતો. અનેક સ્થળે એ આંક 500 ની નજીક પહોંચી જતા રાજધાનીના હાલ બે હાલ થઈ ગયા છે. નોંધનીય છે કે 400 કરતાં વધારે AQI ને ગંભીર પ્રકારના પ્રદૂષણ તરીકે મુલાવવામાં આવે છે.
સોમવારે સતત પાંચમા દિવસે રાજધાની ઉપર ધુમ્મસ અને ધુમાડાના વાદળોનું આવરણ છવાયેલું રહ્યું હતું. નહેરુનગરમાં 492,આર કે પુરમમાં 495 દ્વારકા સેક્ટર 8 માં 499, શાદીપુરામાં 491,ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે 489 અને પંજાબી બાગ ખાતે 489 જેટલો AQI નોંધાતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
રજકણોનું પ્રમાણ ભયજનક સ્તરે
રવિવારે હવામાં રહેલાPM2.5 રજકણોનું પ્રમાણ ક્યુબિક મીટર દીઠ 523 મિલિગ્રામ નોંધાયું હતું જે હોવું જોઈએ તેના કરતાં 104.6 ગણું વધારે હતું. આ રજકણો રક્ત નલિકા દ્વારા ફેફસા સુધી પહોંચે છે જેને કારણે ગંભીર પ્રકારના હૃદય અને ફેફસાના રોગ થઈ શકે છે.
બાંગ્લાદેશની ટીમે પ્રેક્ટિસ કરવાનું ટાળ્યું
સોમવારે શ્રીલંકા સામે ના મેચ પહેલા રવિવારે બાંગ્લાદેશની ટીમ પ્રેક્ટિસ કરવાની હતી પરંતુ ધુધડા અને ધુમાડા પડ્યા વાતાવરણને કારણે એસએસએન પડતું મુકાય હોવાનું બાંગ્લાદેશના ટીમ મેનેજરે જાહેર કર્યું હતું.
વિશ્વના ટોચના 10 પ્રદૂષિત શહેરો
દિલ્હી 483 AQI સાથે પ્રદૂષણ મામલે ટોચ પર હતું.
બીજા નંબરે લાહોરમાં AQI 321 પોઈન્ટ નોંધાયો હતો. 206 AQI સાથે કોલકત્તા ત્રીજા ક્રમે હતું. મુંબઈમાં 162 AQI નોંધાયો હતો . ટોચના અન્ય પ્રદૂષિત શહેરોમાં ઢાકા, કરાંચી, ચીનના શેનીયાન,વુહાન અને હોજમોર તથા કુવૈતનો સમાવેશ થાય છે.