Diljit Dosanjh અને AP Dhillon વચ્ચે ચાલી રહેલા વિવાદમાં બાદશાહની એન્ટ્રી, વાંચો પોસ્ટ શેર કરીને શું કહ્યું !!
પંજાબી સિંગર્સ દિલજીત દોસાંજ, કરણ ઔજલા અને એ. પી. ઢિલ્લોન કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે. ત્રણેય ભારતભરમાં પ્રવાસ કરીને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, દિલજીતે એપી ઢિલ્લોન અને કરણ ઔજલાને ઇન્દોરમાં યોજાયેલા કોન્સર્ટમાં તેમના પ્રવાસ માટે શુભેચ્છા પાઠવી હતી. એપી ઢિલ્લોને આ અંગે પ્રતિક્રિયા આપી અને ચંદીગઢમાં પોતાના કોન્સર્ટમાં કહ્યું કે દિલજીતે તેને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધો છે. જ્યારે આ વાત વાયરલ થઈ ત્યારે દિલજીતે સ્ક્રીનશોટ શેર કર્યો અને સ્પષ્ટતા કરી કે તેણે તેને બ્લોક કર્યો નથી. જો કે મામલો અહીં પૂરો નથી થયો. મામલો એટલો વધી ગયો કે રેપર બાદશાહે દરમિયાનગીરી કરવી પડી.
દિલજીતની સ્પષ્ટતા બાદ એપી ઢિલ્લોને દાવો કર્યો હતો કે દિલજીતે તેને પહેલા બ્લોક કર્યો હતો અને પછી તેને અનબ્લોક કર્યો હતો. બંને પંજાબી ગાયકો વચ્ચે વધી રહેલા તણાવને જોઈને બાદશાહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં કોઈનું નામ નથી લીધું, પરંતુ ઈશારાઓ દ્વારા તેઓને એકજૂટ રહેવા માટે ચોક્કસ કહ્યું.
બાદશાહે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી અને લખ્યું, “કૃપા કરીને અમે જે ભૂલો કરી છે તે જ ભૂલો ન કરો. આ આપણી દુનિયા છે. એક કહેવત છે કે ‘જો તમારે ઝડપથી આગળ વધવું હોય તો એકલા આગળ વધો, પણ જો તમારે દૂર જવું હોય તો બધાની સાથે જાવ કારણ કે સાથે રહેવામાં તાકાત છે.