IPL-2024 બાદ રોહિત-મુંબઈ ઈન્ડિયન્સના સંબંધનો THE END?
પત્ની રિતિકાએ એક પોસ્ટર રિલિઝ કરીને કુકરી ગાંડી કરી !
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેનો સંબંધ આઈપીએલ-૨૦૨૪ બાદ પૂર્ણ થઈ શકે છે. રોહિતની પત્ની રિતિકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ૨૦૨૫માં રિલિઝ થનારી હોલિવૂડ ફિલ્મ જુરાસીક વર્લ્ડ-૪નું પોસ્ટર શેયર કર્યું છે અને આ પોસ્ટરને લોકો રોહિત શર્માના આઈપીએલ પ્લાન સાથે જોડી રહ્યા છે.
અગાઉ રિતિકા સજદેહે ટીમના કોચ માર્ક બાઉચરના ઈન્ટરવ્યુ પર કોમેન્ટ કરી હતી જેના કારણે ચર્ચા જાગી હતી. રોહિતને હાર્દિક પંડ્યાથી રિપ્લેસ કરવાને કારણે ચર્ચા કરનારા માર્ક બાઉચરના વીડિયો પર રિતિકાએ લખ્યું કે ઘણી બધી વસ્તુ ખોટી થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર આ નિવેદનની ઘણી જ ચર્ચા ચાલી હતી. માર્ક બાઉચરનું કહેવું હતું કે ટીમના પ્લાનમાં પહેલાં ખેલાડી તરીકે હાર્દિકને લાવવાનો હતો પરંતુ બાદમાં રોહિત શર્માના વર્કલોડને ઓછો કરવા હાર્દિકને કેપ્ટન બનાવાયો હતો.
ઉલ્લેખનીય છે કે રોહિત શર્માને આઈપીએલની હરાજી પહેલાં જ કેપ્ટનપદેથી હટાવાયો હતો. ફ્રેન્ચાઈઝીનો નિર્ણય એટલા માટે ચોંકાવનારો હતો કેમ કે રોહિતે પાંચ વખત ટીમને ચેમ્પિયન બનાવી હતી. બીજી બાજુ તે ગજબ ફોર્મમાં પણ રમી રહ્યો છે.