વિન્ડિઝે કર્યા આફ્રિકાના સુપડા સાફ
ટી-૨૦ વર્લ્ડકપ પહેલાં વિન્ડિઝની ટીમ જોરદાર ફોર્મમાં આવી ગઈ છે. તેણે આફિઽકા વિરુદ્ધ ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીને ૩-૦થી જીતીને પોતાના ફોર્મનો પરચો આપ્યો છે. ત્રીજી ટી-૨૦માં આફ્રિકાએ પહેલાં બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૬૩ રન બનાવ્યા હતા. જવાબમાં કેરેબિયન ટીમે ૧૩.૫ ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. બે વખત ટી-૨૦ વર્લ્ડકપ જીતનારી વિન્ડિઝના ચાહકો માટે આ સારા સમાચાર છે કે તેની ટીમ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ પહેલાં ફશેર્મમાં આવી ગઈ છે. અગાઉ પહેલી અને બીજી ટી-૨૦માં વિન્ડિઝે ક્રમશ: ૨૮ અને ૧૬ રને જીત મેળવી હતી.