રાજકોટ સહિત રાજ્યની 52 કોલેજોનું ફી વધારા સાથેનું માળખું નક્કી
રાજ્યની 621 કોલેજો પૈકી 52 કોલેજોએ 5 ટકાથી વધુ વધારો માંગતા મંજુર કરાયો
રાજકોટ : સરકારની શાળા કોલેજોની ફી નિયમન સમિતિ દ્વારા વર્ષ 2023-24 થી વર્ષ 2025-26 માટે રાજ્યની 621 કોલેજોએ ફી વધારો માંગવાના કિસ્સામાં 101 કોલેજોએ 5 ટકાથી વધુ વધારો માંગતા ફી નિયમન સમિતિએ તપાસ કરી આવી કોલેજોનો ફી વધારો મંજુર ન કરતા 49 કોલેજો હિયરીંગમાં જવાનું ટાળ્યું હતું જયારે અન્ય 52 કોલેજોએ 5 ટકાથી વધુ ફી વધારો માંગવાના કિસ્સામાં ફી નિયમન સમિતિ દ્વારા ફી વધારો મંજુર કરવામાં આવ્યો હતો.
ફી નિયમન સમિતિ દ્વારા વર્ષ 2023-24 થી વર્ષ 2025-26 માટે ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, એમસીએ, એમ.બી.એ અને પ્લાનિંગ સહિતની સ્વનિર્ભર કોલેજોની ફી વધારવા અંગેની બાબતમાં કુલ 621 કોલેજો પૈકી 510 સંસ્થાઓએ 5 ટકા સુધીનો જ નિયમ મુજબ વધારો માંગતા તે બાબતે નિયમ મુજબ મંજૂરી આપવામાં આવી હતી જયારે બાકીની 101 કોલેજોએ 5 ટકાથી વધુ ફી વધારો માંગતા તપાસ કરવામાં આવતા 49 કોલેજોને નિયમ મુજબ ખર્ચની દ્રષ્ટિએ ફી વધારો 5 ટકાથી વધુ લઈ શકે તેમ ન હોય ફી વધારો મંજુર કરવામાં આવ્યો ન હતો. જયારે બાકીની 52 કોલેજોને નિયમ મુજબ ફી વધારો મંજુર કરવામાં આવ્યો હતો. આ ફી વધારાની તમામ વિગતો અને કોલેજના નામ **frctech.ac.in ઉપર યાદી અપલોડ કરવામાં આવી છે.
વધુમાં ફી નિયમન સમિતિએ સંસ્થાઓ માટે જે તે વર્ષની નિયત કરેલ ફી માળખા માં ટ્યુશન ફી, લાયબ્રેરી ફી, લેબોરેટરી ફી, કોમ્પ્યુટર ફી, કોષન મની, જીમખાના ફ્રી, ઈન્ટરનેટ, યુનીવર્સીટી એફીલેશન ફી, સ્પોર્ટ્સ અને રીક્રિયેશન સેલ્ફ અને પર્સનાલીટી ડેવલોપમેન્ટ ફી જેવી અન્ય ફી નો સમાવેશ થાય છે. સમિતિ દ્વારા નિર્ધારિત ફી ઉપરાંત ફક્ત જે-તે એફીલીયેટીંગ યુનીવર્સીટીને ભરવા પાત્ર વ્યાજબી એનરોલમેન્ટ ફી અને પરીક્ષા ફી સિવાય અન્ય કોઈપણ ફ્રી કે ડીપોઝીટ સંસ્થા વિધાર્થીઓ પાસેથી વસુલ કરી શકે નહી.
ઉપરાંત, સમિતિ એ જાહેર કરેલ ફી માળખું જે તે સંસ્થાના સબંધિત અભ્યાસક્રમની જે તે વર્ષ માટેની મહત્તમ મર્યાદા નક્કી કરી છે તેમ છતાં જો કોઈ સંસ્થા વિધાર્થીઓ પાસેથી સમિતિએ નિર્ધારિત કરાયેલ ફી માળખા ઉપરાંત વધારાની ફી કે ડીપોઝીટ લેતી હોય, તો વિધાર્થીઓએ સમિતિ એ નક્કી કરેલ કાર્યપ્રણાલી અનુસરી ફરિયાદ કરવા જણાવવામાં આવે છે.ઉપરાંત, સમિતિનાં ધ્યાને આવેલ છે કે અમુક સંસ્થાઓ વિધાર્થીઓ પાસેથી યેનકેન પ્રકારે, જુદા જુદા અન્ડરટેકિંગ લઈ ને સમિતિ દ્વારા નિયત કરાયેલ ફી ઉપરાંત વધારા ની ફી કે ડીપોઝીટ લેવાની આગ્રહ રાખે છે. ફ્રી નિયમ સમિતિ દ્વારા નક્કી કરાયેલ ફી ઉપરાંતની ફી કે ડીપોઝીટ લેવી તે કાયદાનો ભંગ છે અને આવી સંસ્થાઓ પર સમિતિ કાયદાની જોગવાઈ મુજબ દંડનાત્મક કાર્યવાહી કરશે.