શાપર-વેરાવળમાં ૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમ યુપીની પકડાયો
જિલ્લા પોલીસની ત્રણ અલગ અલગ ટીમોએ તપાસ કર્યા બાદ મળેલી સફળતા
શાપર-વેરાવળમાં ૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાrનાર નરાધમને રાજકોટ ગ્રામ્ય પોલીસે ઉતરપ્રદેશથી પકડી પાડ્યો છે. આ ઘટના બાદ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાએ ગ્રામ્ય એસઓસોજી, એલસીબી સહિતની ટીમો બનાવી હતી અને ઉતર પ્રદેશથી નરાધમને ઝડપી લીધો હતો.
શાપર-વેરાવળ ઝુંપડપટ્ટીમાં દાદી સાથે રહેતી શ્રમિક પરિવારની ચાર વર્ષની ફુલ જેવી બાળકી શનિવારે સવારે ઘર પાસે રમતી હતી ત્યારે અજાણ્યા શખ્સે બાળકીને નાસ્તો લઈ દેવાના બહાને ઉપાડી ગયો હતો અને બાળકીને અવાવરૂ સ્થળે લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. બાળકીએ પ્રતિકાર કરતાં નરાધમે તેને ચુપ કરવા માટે મોંઢા પર બોથડ પદાર્થના ઘા ઝીંકી દીધા હતાં અને બાદમાં બાળકીને હાઈ-વે પર આવેલ ગેઈટ પાસે બપોરે ફેંકી ભાગી ગયો હતો.નરાધમને ઝડપી લેવા માટે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી શાપર-વેરાવળ પોલીસ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય એલસીબી તથા એસઓજીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. દરમિયાન એલસીબીની ટીમે આરોપી ઉતર પ્રદેશથી ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.