રાજકોટ જિલ્લાના ૧૨૫ એડવોકેટોની નોટરી તરીકે નિમણૂક
રાજકોટ જિલ્લાના આશરે 125 થી વધુ એડવોકેટ અને નોટરી તરીકે નિમણૂક આપવામાં આવતા વકીલોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.થોડા સમય પૂર્વે રાજકોટ શહેર , જિલ્લા તેમજ ગુજરાત ભરના અસંખ્ય વકીલોએ નોટરીના લાયસન્સ મેળવવા માટે કેન્દ્ર સરકારમાં કાયદા વિભાગમાં અરજી કરી હતી. અત્રે ઉલ્લેખનીય કે કેન્દ્ર સરકારે અસંખ્ય વકીલોને નોટરી નિમણૂકના હુકમો કર્યા છે પરંતુ ત્યારબાદ સર્ટિફિકેટ મોકલવામાં ઢીલ થઈ હતી મળતી માહિતી મુજબ છેલ્લા બે દિવસથી રાજકોટ શહેર જિલ્લામાં અંદાજે 125થી વધુ વકીલોને નોટરી નિમણૂકોના સર્ટિફિકેટ જાહેર કર્યા છે.

શહેરમાં એડવોકેટ પંકજ દોગા, સુરેશ પંડ્યા, વિજયભાઈ રૈયાણી, સિધ્ધરાજસિંહ જાડેજા,રાજભા ઝાલા, ભાવિન વ્યાસ, જગદીશ ચોટલીયા, ધર્મેન્દ્ર જરીયા, હિતેશ પંડ્યા ,હર્ષાબેન પંડ્યા, સુરેન્દ્ર મલકાન, યોગીરાજસિંહ રાણા, કૈલાસ સાવત અને અનિલ ભટ્ટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજ્યભરના અસંખ્ય વકીલોને નોટરીના લાયસન્સ અને સર્ટિફિકેટ અપાયાનું જાણવા મળેલ છે.