આ છે હાલતું ચાલતું ઝાડ, આખા વર્ષમાં કેટલાય કિમી દૂર નીકળી જાય છે!
કુદરતનો ખેલ પણ નિરાળો છે. આપે કુદરતના એવી તમામ અજાયબીઓ જોઈ હશે અને સાંભળી હશે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આવી જ એક અજાયબી છે હાલતું-ચાલતું ઝાડ. આજે અમે આ ઝાડ વિશે વાત કરવાના છીએ. જે પોતાની જગ્યાએ અલગ અલગ જગ્યાએ પહોંચી જાય છે. અત્યાર સુધીમાં તમે કીડા-મકોડાને દબોચી લેતા અને શરમાઈ જતું ઝાડ વિશે સાંભળ્યું હશે, પણ આ ઝાડ એવું પણ છે, જે પોતાની જગ્યાથી ચાલે છે.
આ વિચિત્ર ઝાડ ઈક્વાડોરમાં જોવા મળ્યું છે અને વર્ષમાં કેટલાય મીટર સુધી આગળ ચાલે છે. તેને વોકિંગ પામ ટ્રી પણ કહેવાય છે. જેનું વૈજ્ઞાનિક નામ Socratea exorrhiza છે. આ ઝાડ દક્ષિણ અમેરિકાના વર્ષાવનોમાં જોવા મળે છે. આ ઝાડને સૌથી વધારે ઈક્વાડોરની રાજધાની ક્વેટોથી 100 કિમી દૂર સુમૈકો બાયોસ્ફિયર રિઝર્વ (Sumaco Biosphere Reserve) માં જોવા મળે છે.
ચાલતું ઝાડ
બીબીસીના રિપોર્ટનું માનીએ તો, વોકિંગ પામ ટ્રી વર્ષભરમાં 20 મીટર સુધી ચાલી શકે છે અને દરરોજ 2 સેન્ટીમીટર આગળ વધે છે. આ ઝાડ માણસોની માફક નથી ચાલતું પણ એક ખાસ પ્રક્રિયા તેને વોકિંગ ટ્રી બનાવે છે. હકીકતમાં જોઈએ તો, આ ઝાડના મૂળ ખૂબ જ ખાસ છે. આ ઝાડમાં મોટાભાગના એક જ મૂળ હોય છે અને તેના નવા મૂળ આવે છે આ ઝાડ થોડા આગળ ખસકી જાય છે. આ પ્રક્રિયાામં તેના મૂળ જમીનમાં અમુક ફુટ ઉપર ઉભરતા દેખાય છે, આ ઝાડ પગની માફક આગળ વધે છે
વૈજ્ઞાનિકોમાં નથી એકમત
કેમ કે તે ખૂબ જ અજીબ પ્રક્રિયા છે, ત્યારે આવા સમયે ચાલવાને લઈને વૈજ્ઞાનિકોની વચ્ચે પણ ડિબેટ થઈ રહી છે. Slovak Academy of Sciences Bratislaના બાયોલોજિસ્ટ પીટર વ્રસાંસ્કીએ દાવો કર્યો હતો કે, તેમણે ઝાડની આગળ વધવાની વિચિત્ર ગતિવિધિ જોઈ છે. માટીના ક્ષરણની સ્થિતિમાં ઝાડની લાંબી અને નવી ઝડ આવે છે અને તે નવી મજબૂત જમીન શોધે છે. નવા મૂળ પકડવા માટે જુના મૂળ ઉપર આવે છે અને ઝાડ ઘણી વાર 20 મીટર સુધી આગળ સરકે છે. જો કે, તમામ વૈજ્ઞાનિકો ઝાડ ચાલવાની ઘટનાને મિથક કહીને નકારતા રહ્યા છે.