ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીને કેનેડાની પોલીસે ક્લીન ચીટ આપી
કુખ્યાત આતંકી કેનેડિયન પોલીસ દળમાં ફરજ બજાવે છે
શૌર્યચક્ર વિજેતા શિક્ષકની હત્યાનો આરોપ હતો
ભારતે મોસ્ટ વોન્ટેડ જાહેર કરેલા કેનેડામાં વસતા ભાગેડુ આતંકવાદી અને કેનેડાની પોલીસ ફોર્સના કર્મચારી સંદીપ સિંઘ સિદ્ધુને ભારતના શૌર્યચક્ર વિજેતા શિક્ષકની બલવિંદર સિંઘ સિધ્ધુની હત્યા કરવાના આરોપમાં કેનેડાની બોર્ડર એજન્સી સીબીએસએ એ ક્લીન ચીટ આપી સુપ્રિન્ટેન્ડનટ તરીકે નોકરીમાં પુનઃસ્થાપિત કર્યો હતો.
બલવીંદર સિંઘ સિધ્ધુએ 1990 ના દાયકામાં ખાલિસ્તાની આતંકવાદ સામે હીંમતભેર લડત આપી હતી.બાદમાં તેમણે કેનેડાનું નાગરિકત્વ મેળવ્યું હતું.વિદેશોમાં થતા ખાલિસ્તાન રેફરન્ડમનો તેઓ વિરોધ કરતા હતા અને એટલે ખલિસ્તાનવાદી સંગઠનો અને પાકિસ્તાનની કુખ્યાત જાસુસી સંસ્થા આઈએસઆઈ ને આંખના કણાં ની માફક ખતકતા હતા.2020 ના ઓક્ટોબર મહિનામાં પંજાબના તરન તરન જિલ્લાના ભિખીવિંડ ગામમાં તેમના પૈત્રૂક મકાનની બહાર તેમની હત્યા કરવામાં આવી હતી. એનઆઇએએ એ કેસમાં સંદીપ સિંહ સિદ્ધુ ને આરોપી બનાવ્યો હતો.
બ્રિટિશ કોલમ્બિયામાં જન્મેલો 43 વર્ષનો સંદીપ સિંઘ સિંધુ ખાલીસ્તાની આતંકવાદી સંગઠનો અને આઇએસઆઇ સાથે સંબંધ ધરાવે છે. તે પ્રતિબંધિત શીખ યુથ ફેડરેશન સંગઠનનો સભ્ય છે.ભારત સરકારે તેના પ્રત્યારોપણ ની માગણી કરી હતી. જો કે હવે તેની સામે કોઈ પગલા લેવાને બદલે કેનેડાની સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસે ક્લીન ચીટ આપી દેતાં તેને નોકરીમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.