હાર્દિક અને નતાશા વચ્ચે થયુ સમાધાન !! નતાશાના સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો ફરી જોવા મળી
ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા બાદ બોલિવૂડને અલવિદા કરનાર સર્બિયન મોડલ અને એક્ટર નતાસા સ્ટેનકોવિક તેના પતિથી અલગ થઈ ગયા હોવાની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. તાજેતરમાં, ઇન્સ્ટાગ્રામ પર તેના નામમાં ફેરફાર વિશેની એક Reddit પોસ્ટ, હાર્દિકની IPL 2024ની મેચોમાં ગેરહાજરી અને સોશિયલ મીડિયા પરથી લગ્નના ફોટા હટાવવા અંગે ધ્યાન ખેંચ્યું હતું. ત્યારે હવે એવું લાગે છે કે પતિ-પત્ની વચ્ચે સમાધાન થઇ ગયું છે નતાશાએ પોતાના અને હાર્દિકના ફોટા રિસ્ટોર કર્યા છે.
નતાશાએ લગ્નની તસવીરો ફરી પોસ્ટ કરી
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાની અફવાઓ વચ્ચે, નતાશાએ હાર્દિક સાથેની તેની તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પુનઃસ્થાપિત કરી છે. જેમાં વેલેન્ટાઈન ડે અને તેમના લગ્ન જેવી ખાસ પળોના ફોટા સામેલ છે. તે જ સમયે, કપલની ફરીથી એકસાથે તસવીરો જોઈને ચાહકો રાહત અનુભવી રહ્યા છે. જો કે, નતાશાએ ફોટા ડિલીટ અને રિસ્ટોર કરવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
નતાશા-હાર્દિકના છૂટાછેડાની અફવા કેમ ફેલાઈ ?
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા વચ્ચે છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું જ્યારે અભિનેત્રીએ તેના નામમાંથી ‘પંડ્યા’ અટક હટાવી દીધી અને તેના લગ્નના ફોટા ‘ડિલીટ’ કરી દીધા. દરમિયાન, હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાએ પણ હાર્દિક અને નતાશાના બાળક અગસ્ત્ય સાથે રમતા તેના પુત્રની હૃદયસ્પર્શી તસવીર શેર કરી હતી. આ પછી એવી અફવા ફેલાઈ હતી કે નતાશા અને હાર્દિકના લગ્નજીવન બરાબર નથી ચાલી રહ્યું અને નતાશા તેના પુત્રને છોડીને ચાલી ગઈ છે. અલગ થવાની અફવાઓ વચ્ચે, નતાશા સતત ક્રિપ્ટિક પોસ્ટ્સ પોસ્ટ કરી રહી હતી જેના કારણે તેના અને હાર્દિક વચ્ચે છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું હતું.
ત્તેયારે હવે મની પ્રી-વેડિંગ સેરેમની અને મોટા દિવસની તસવીરો હવે નતાસાના ઇન્સ્ટાગ્રામ ફીડ પર પાછી આવી છે. જો કે, ફેન્સ વિચાર રહ્યા છે કે નતાશાએ આવું કેમ કર્યું. તેનું કારણ તો માત્ર તે જ જણાવી શકે છે. ત્યારે મહત્વનું છે કે, આ વાતથી છૂટાછેડાની વાત ખોટી સાબિત થઈ રહી છે.
નતાશા-હાર્દીકે બે વાર લગ્ન કર્યા
નતાશા અને હાર્દિકે મે 2020માં લોકડાઉન દરમિયાન લગ્ન કર્યા હતા. તેમનો એક પુત્ર અગસ્ત્ય છે..ગયા વર્ષે 14 ફેબ્રુઆરીએ આ કપલે ક્રિશ્ચિયન લગ્ન કર્યા હતા. આ સમય દરમિયાન તેમના 3 વર્ષના પુત્રએ પણ તેમના પુનઃલગ્નમાં હાજરી આપી હતી.